કોરોના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં હજી સુધી કોરોના કેસની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળી રહ્યો નથી. પરંતુ ચિંતાનો મુદ્દો એ છે કે, ભારતમાં કોરોનાનું સબ-વેરિયન્ટ XBB.1.5 હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યું છે. જેને જોતાં કેન્દ્ર સરકાર તાત્કાલિક ધોરણે બીજા બૂસ્ટર ડોઝ માટે વિચારણા શરૂ થઈ રહી છે.
આ પણ વાંચો : 2023માં કોરોના પછી બીજો સૌથી મોટો ખતરો બનશે સુપરબગ, એક વર્ષમાં 10 મિલિયન લોકોનો જીવ લઈ શકે છે
કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર દેશમાં હાલમાં માત્ર 28 ટકા વસ્તીએ બૂસ્ટર ડોઝ લીધો છે, જાન્યુઆરીથી દેશમાં શરૂ થયેલા બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ હતી. જેના અંગે નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની કમિટીએ રસીકરણ મુદ્દે ચર્ચા શરૂ કરી છે કે, ટેક્નિકલ ગ્રુપના સભ્યો વચ્ચે બીજો બૂસ્ટર ડોઝ આપવા માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે, અમે કોઈપણ ભલામણો કરતા પહેલા તમામ વૈજ્ઞાનિક ડેટાનો અભ્યાસ કરીશું.
તબીબી અભ્યાસ મુજબ, કોરોનાની રસી પછી, રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે ચારથી છ મહિનામાં ઘટે છે, પરંતુ ચોથો ડોઝ ( બૂસ્ટરનો બીજો ડોઝ) આ ગંભીર રોગને દૂર કરવામાં મદદ કરી શકે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓએ 26 ડિસેમ્બરે એક બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને વધારાના ડોઝ આપવાની મંજૂરી આપવા જણાવ્યું હતું.
આ તરફ ડોકટરોએ મીટિંગમાં વિનંતી કરી હતી કે, ઓછામાં ઓછા ઉચ્ચ જોખમ ધરાવતા લોકો, જેવા કે, આરોગ્ય સંભાળ કાર્યકરો, વૃદ્ધો અને કોમોર્બિડિટીઝથી પીડાતા લોકોને ચોથો ડોઝ આપવામાં આવે.સરકારે લોકોને ત્રીજો ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે પણ ઘણા પગલાં લીધાં છે.