ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

PMના હસ્તે નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટનઃ કહ્યું-“ગુજરાત-સહકારી ક્ષેત્ર એકબીજાના પર્યાય”

Text To Speech

PM મોદીએ લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા કલોલના ઈફ્કો નિર્મિત નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઊપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોડર્ન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલિટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.IFFCO ક્લોલના નેનો યુરિયા પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યા બાદ PMએ કહ્યું કે, “નેનો યુરિયાના આવા 8 નવા પ્લાન્ટ બનશે.”

PM મોદીએ કહ્યું કે, “દેશભરના લાખો સ્થળો પરના ખેડૂતો મહાત્મા મંદિરમાં જોડાયા છે, હું તમામનો આભાર વ્યક્ત કરું છું, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગામડાંને આત્મનિર્ભર થયું જરૂરી છે. એટલા માટે અમે આજે મોડલ કો-ઓપરેટીવ વિલેજની દિશામાં આગળ વધી રહ્યાં છે. ગુજરાતના 6 ગામડાં નક્કી કરાયા છે જ્યાં સંપૂર્ણપણે કો-ઓપરેટીવ વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે. ભારત વિદેશોમાંથી યુરિયા મગાવે છે. એક બે યુરિયા રૂ.3500માં પડે છે. ખેડૂતોને એ જ બેગ 300 રૂપિયામાં આપવામાં આવે છે. ખાતરના ઉપયોગમાં ભારત બીજા નંબરે છે. એક સમયે ખાતરની કાળાબજારી થતી હતી. ખાતરની વૈશ્વિક કિંમત વધી છે. છતા મુશ્કેલી હોવા છતા ખાતરનું સંકટ ઉભું થવા દીધું નથી.”

PM મોદીના સંબોધનની મોટી વાતો
ગુજરાતના 6 ગામોમાં સહકારી ક્ષેત્રની યોજનાઓ લાગુ થશે
ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરતો ભારત સૌથી મોટો બીજો દેશ છે અને ઉત્પાદન કરતો ત્રીજો દેશ છે
યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફર્ટિલાઈઝરમાં ભાવ વધારા છતાં ખેડુતો પર મુશ્કેલી નથી આવવા દીધી
યુરિયાની એક બેગ 3500 રૂ ની પડે છે જે ખેડૂતોને ફક્ત 300 રૂપિયામાં આપીએ છીએ
3200 રૂપિયાથી વધુ સબસીડી સરકાર આપે છે
અમારી પહેલાની સરકારોને DAP પર ફક્ત 500 રૂપિયા સબસીડીનો બોજ હતો
અમારી સરકારને DAPની 50 કિલોની બેગ પર 2500 રૂપિયા સબસીડીનો બોજ છે
ગયા વર્ષે 1.60 લાખ કરોડની સબસીડી ફર્ટિલાઈઝર પર ખેડૂતોને આપી છે
આ વર્ષે આ સબસીડી 2 લાખ કરોડને પાર થશે
ખેડૂતો યુરિયા લેવા જાય છે એ સ્થિતિ અને હવે નવી સ્થિતિની કલ્પના કરો
યુરિયાની એક બોરીની તાકાત નેનો યુરિયાની અડધા લિટરની બોટલ બરાબર છે
કેટલો ખર્ચ ઘટી જશે અને નાના ખેડૂતોને કેટલો મોટો લાભ થશે
ક્લોલના આધુનિક પ્લાન્ટની કેપેસિટી 1.5 લાખ બોટલની છે
આવા 8 નવા પ્લાન્ટ દેશ ભરમાં બની રહ્યા છે
આનાથી વિદેશથી આવતા યુરિયા પરનું ભારણ ઘટશે
ભવિષ્યમાં બીજા નેનો ફર્ટિલાઈઝર બનશે તેવી આશા છે

સહકારથી સમૃદ્ધી કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, સહકારી મંત્રાલય બનાવીને પીએમ મોદીએ ઐતિહાસિક પગલુ ભર્યુ હતું. અમિત શાહે કહ્યુ હતું કે, “દેશભરમાં ગુજરાતન સહકારીતા આંદોલનને એક સફળ મોડલ માનવામાં આવે છે. દેશભરમાં ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં સહકારી વ્યવસ્થા પારદર્શક રીતે ચાલે છે. સ્વાવલંબી અને સ્વદેશી આ બે સ્તંભોના આધાર પર મોરરજી દેસાઈ અને સરદાર પટેલે ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીના સમયે જ સહકારી આંદોલનની શરૂઆત કરી હતી. ગુજરાત સહકારિતા વિભાગમાં સફળ મોડેલ છે. સહકારિતાની આત્માને બચાવવામાં ગુજરાતનો મોટો ફાળો છે. સહકારિતા આંદોલનના મુળમાં ‘સ્વાવલંબન અને સ્વદેશી’. હું ખુબ નાની ઉંમરે સહકારિતા આંદોલન સાથે જોડાયો છું. તમામની એક માંગ હતી કે સહકારિતા વિભાગનું અલગ મંત્રાલય બને.”

Back to top button