પ્રામાણિકતા : ડીસા બસમાં ભૂલી ગયેલ મોબાઈલ અને પર્સ કંડક્ટરે મૂળ માલિકને પરત કર્યું
પાલનપુર : સમાજમાં પ્રામાણિક કર્મચારીઓના સમયાંતરે ઉદાહરણો જોવા મળે છે. જેમાં ડીસામાં પણ એક બસ કંડક્ટરે બસમાં ભૂલી ગયેલ મોબાઈલ અને પર્સ મૂળમાલિકમાં પરત કરી આપી વધુ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને મહિલા મુસાફરે પણ પોતાનો સામાન પરત મળતા બસ કંડકટરનો આભાર માન્યો હતો.
અમદાવાદ થી ડીસા આવતી બસમાં સીમાબેન અરૂણભાઇ પુરોહિત મુસાફરી કરી રહ્યા હતા. જેઓ ગીતા મંદીરથી બેસી ડીસા આવ્યા હતા. તે દરમિયાન તેઓ પૈસા અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ અને મોબાઈલ બસમાં જ ભૂલીને ઉતરી પોતાના ઘર તરફ જવા નિકળી ગયા હતા. થોડા સમય બાદ તેમને ખ્યાલ આવતા જ તેઓને તરત જ ડીસા બસ સ્ટેન્ડ પરત આવ્યા હતા. તે સમયે બસમાં તપાસ કરવા જતાં કંડક્ટરે તરત જ તેમનું મોબાઈલ અને પૈસા ભરેલું પરત આપી એક નિષ્ઠાવાન અને પ્રમાણિક કર્મચારી નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બસ કંડકટરની પ્રમાણિકતા જોઈ મૂળ માલિકે પણ બસ કંડક્ટર રાજુભાઇ રાઠોડનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના ડોલીવાસમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ