ટોપ ન્યૂઝનેશનલ

‘ભારત પ્રત્યે ચીનનું વલણ એ જ છે…’, જાણો ચીન મુદ્દે શું કહ્યું રાહુલ ગાંધીએ ?

Text To Speech

ચીન અને ભારત વચ્ચેના સંબંધોને લઈ રાહુલ ગાંધીએ મહત્વનું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન ભારત સાથે એ જ સિદ્ધાંતનું પાલન કરી રહ્યું છે જે રશિયાએ યુક્રેન સાથે અપનાવ્યું છે, કારણકે ચીન ભારતની સરહદોના પરિવર્તનની ધમકી આપી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ભારત-ચીન સરહદ વિવાદની સીધી કડી નબળી અર્થવ્યવસ્થા, દ્રષ્ટિકોણ ભ્રમિત રાષ્ટ્ર અને નફરત અને ગુસ્સા સાથે છે અને ચીની સૈનિકો ભારતની સરહદની અંદર બેઠા છે.

અભિનેતા અને નેતા કમલ હાસન સાથેના સંવાદમાં રાહુલ ગાંધીએ કહ્યું, “રશિયનોએ યુક્રેનને કહ્યું કે અમે નથી ઈચ્છતા કે તમે પશ્ચિમી દેશો સાથે મજબૂત સંબંધો રાખો. મૂળભૂત રીતે તેઓએ યુક્રેનને જે કહ્યું તે એ છે કે જો તમે પશ્ચિમ સાથે મજબૂત સંબંધ ધરાવો છો, તો અમે તમારુ ભૂગોળ બદલી નાંખીશું.”

તેમણે દાવો કર્યો, “આ જ સિદ્ધાંત ભારત માટે પણ અપનાવી શકાય છે. ચીનીઓ કહી રહ્યા છે કે તમે જે કરી રહ્યા છો તેનું ધ્યાન રાખો, કારણકે અમે તમારુ ભૂગોળ બદલી નાંખીશું, અમે લદ્દાખમાં પ્રવેશ કરીશું, અમે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરીશું. હું જોઈ શકું છું કે તેઓ આ પ્રકારના વલણ માટે પાયો બનાવી રહ્યા છે.”

21મી સદીમાં સુરક્ષા એક સર્વગ્રાહી બાબત- રાહુલ

કોંગ્રેસ નેતાએ યુટ્યુબ પર કમલ હાસન સાથેની વાતચીતનો વીડિયો શેર કર્યો છે. રાહુલ ગાંધી કહે છે કે 21મી સદીમાં સુરક્ષા એક સર્વગ્રાહી બાબત બની ગઈ છે અને તેની તરફ વૈશ્વિક અભિગમ હોવો જોઈએ. તેમણે કહ્યું, “મને લાગે છે કે વર્તમાન સરકારે આ મુદ્દાની ખોટી ગણતરી કરી છે.” રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, સંઘર્ષની વ્યાખ્યા પહેલાથી જ બદલાઈ ગઈ છે, પહેલા સરહદ પર લડાઈ લડવામાં આવતી હતી, પરંતુ હવે દરેક જગ્યાએ લડાઈ છે.

રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો

ચીનના મુદ્દાને સંભાળવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી હોવાનો અને મૂંઝવણની સ્થિતિમાં હોવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ સરકારની નીતિઓને કારણે ચીન અને પાકિસ્તાન એક થઈ ગયા છે, જે એક ખતરનાક બાબત છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ડોકલામ અને તવાંગમાં જે કંઈ થયું છે તે કોઈ મોટી તૈયારીનો ભાગ છે.

Back to top button