ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઇન્ચાર્જની નિમણૂક

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની આગામી સમયમાં મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ તેની ચૂંટણી જાહેર થશે. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસ સત્તા સ્થાને છે. જેમાં કુલ 66 બેઠકો પૈકી 36 બેઠકો કોંગ્રેસ પાસે અને 30 બેઠકો ભાજપ પાસે છે. ત્યારે જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ ની તૈયારીઓના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંને જિલ્લા પંચાયત ની આવી રહેલી ચૂંટણીઓને ધ્યાને લઈ ઇન્ચાર્જના નામની ભાજપ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

પૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ અને અલ્પેશ ઠાકોરની ભાજપ પક્ષ દ્વારા કરાઈ જાહેરાત

ઇન્ચાર્જની નિમણૂક-humdekhengenews

જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતા હવે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં જાહેર થશે. જેના પગલે ફરીથી બંને જિલ્લાઓમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળશે.

આ પણ વાંચો :કોરોના સંકટ સામે સરકાર એલર્ટ, એરપોર્ટ પર 6 દેશના મુસાફરો માટે RT-PCR ફરજિયાત

Back to top button