પાલનપુર : ડીસામાં નો ગેસ કુકીંગ કોમ્પિટિશનનું કરવામાં આવ્યું આયોજન
પાલનપુર : ડીસામાં નો ગેસ કુકિંગ કોમ્પિટીશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.ડીસામાં સેવાકીય કર્યો કરતી રોટરી ક્લબ ડિવાઇન ડીસા અને રાઈસ એન્ડ શાઇન દ્વારા નો ગેસ( નો સ્ટવ )કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા શહેરની બહેનો અને દીકરીઓએ ઉત્સાહ થીભાગ લીધો હતો હતો. તેમના દ્વારા સુંદર અને પૌષ્ટિક વાનગીઓ ,શિયાળાની રસિક વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં વિજેતાઓને ગિફ્ટ અને સર્ટિફિકેટ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાકીની બહેનોને પ્રોત્સાહિન ઇનામ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું મૂલ્યાંકન આશાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડો. રીટાબેન પટેલ, મંત્રી હિનલબેન અગ્રવાલ, વર્ષાબેન, કાંતાબેન ,ધર્મિષ્ઠાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગિરીજાબેન અગ્રવાલ અને ખુશીબેન દામાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : નવા વર્ષમાં યુવાનોની નવી પહેલ : ‘અપરાજિતા’ કાર્યક્રમનો પ્રારંભ