ધર્મશતાબ્દી મહોત્સવ

બીજાના ભલામાં આપણું ભલુઃ પ્રમુખસ્વામી નગરમાં આરોગ્યની સુવિધાઓમાં વધારો કરાશે

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં રોજ બે લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. 80 હજાર જેટલા સ્વયં સેવકો સતત સેવા બજાવતા હોય છે. આ કારણે પ્રમુખસ્વામી નગરમાં નાનામાં નાની સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદના ઓગણજ સ્થિતિ 600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી નગરમાં નારાયણ માર્ગ અને શાંતિ માર્ગ ઉપર બે આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. જેથી લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી શકે. નગરમાં બે જગ્યાએ આરોગ્ય સહાયની સુવિધા ઊભી કરવામાં આવી છે.

બીજાના ભલામાં આપણું ભલુઃ પ્રમુખસ્વામી નગરમાં આરોગ્યની સુવિધાઓમાં વધારો કરાશે hum dekhenge news

કોરોનાના લીધે વધશે સુવિધાઓ

આ બે આરોગ્યે કેન્દ્રમાં એલોપેથી, આર્યુવેદિક અને હોમિયોપેથીના તબીબો સેવા આપી રહ્યા છે. આ બન્ને આરોગ્ય સહાય કેન્દ્ર ઉપરાંત સ્વયં સેવકોના ઉતારા ઉપર, જેમ કે પ્રમુખ હૃદય, ભક્તિ હૃદય, યોગી હૃદય ઉપરાંત અન્ય સ્કીમો કે જેમાં સ્વયં સેવકોના ઉતારા છે, એ જગ્યાએ 24 આરોગ્ય સહાય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. નગરની અંદર 6 ફરતા દવાખાના પણ કાર્યરત છે અને 450 ભાઈઓ તથા બહેનો દ્વારા મેડિકલ સ્ટાફ સેવા આપવા માટે ઉપલબ્ધ છે. જેમાં એલોપેથિક, આર્યુવેદિક, હોમિયોપેથિક, ડોક્ટર્સ ઉપરાંત નર્સનો સ્ટાફ ,ડોક્ટરોના સહાયક કંપાઉન્ડર સ્ટાફ પણ ઉપલબ્ધ છે. સાથે સાથે હવે કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આરોગ્યની સુવિધામાં વધારો થાય તે માટે પણ BAPS દ્વારા આયોજન કરવામાં આવશે.

બીજાના ભલામાં આપણું ભલુઃ પ્રમુખસ્વામી નગરમાં આરોગ્યની સુવિધાઓમાં વધારો કરાશે hum dekhenge news

નિષ્ણાત ડોક્ટર્સની સેવા

અહીં સેવા આપનારા ડૉક્ટર્સ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંત છે જેમ કે કાર્ડિઓલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ફિઝિયોથેરેપિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, સર્જન, પીડિયાટ્રીક, ઈએનટી સર્જન, ડેન્ટલ સર્જન, રેડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ આ તમામ નિષ્ણાંત ડોક્ટરો અહીં તબીબી સેવા આપી રહ્યા છે. તેઓ પોતાના ક્ષેત્રના નિષ્ણાત હોવા છતાં અહીં પ્રાથમિક તપાસ તેમજ નાની મોટી બીમારીની સારવાર અંગેનુ માર્ગદર્શન અને દવાઓનું સૂચન પણ કરી રહ્યા છે. આમાના અમુક ડોક્ટર્સ પોતાની હૉસ્પિટલ પણ ધરાવે છે, જ્યાં તેમને મળવા માટે દિવસો આગાઉ સમય લેવો પડે છે. આવા ડોક્ટર્સ નગરમાં સેવા ભાવનાથી ખુરશી મૂકવી, દવા આપવી, કેસ કાઢવો વગેરે કાર્યો કરે છે, પરંતુ જયારે આ નગરમાં સહાય કેન્દ્ર બની રહ્ય હતું ત્યારે પણ ટાઇલ્સ લગાવવા જેવા કામ પણ તેમણે કર્યા છે. નિષ્ણાત ડોક્ટર હોવા છતાં તેઓ નાઈટડ્યુટી કે ઇમરજન્સીમાં 24 કલાક ઉપલબ્ધ રહે છે.

બીજાના ભલામાં આપણું ભલુઃ પ્રમુખસ્વામી નગરમાં આરોગ્યની સુવિધાઓમાં વધારો કરાશે hum dekhenge news

ઇમરજન્સી ડિસ્પ્લે

જો નગરમાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી થાય ત્યારે ત્રણ ઇમરજેંસી નંબર ડિસપ્લેમાં સમયઅંતરે પ્રદર્શિત થતા રહે છે જેના નંબર આ મુજબ છે 7069061900, 7069061901, 7069061902. કોઈ પણ વ્યક્તિ આ નંબર ઉપર સંપર્ક કરી તાત્કાલિક લાભ લઈ શકશે. અહીં જરૂરી ટેસ્ટિંગ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. સ્વયંસેવકો અને આવનાર તમામ દર્શનાર્થી માટે આ સેવા એકદમ ફ્રી રહેશે. નગરની આ આરોગ્ય સેવાનો હેતુ પરમ પુજ્ય પ્રમુખસ્વામી મહારાજનું સુત્ર સાર્થક કરવાનું છે કે ‘બીજાના ભલામાં જ આપણું ભલું છે’

આ પણ વાંચોઃ દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા, આ 5 રાજ્યોમાં મોટો ખતરો, અહીં એક્ટિવ કેસ સૌથી વધુ

Back to top button