ગુજરાતશતાબ્દી મહોત્સવ

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ : આજે બાળસંસ્કાર દિનની ઉજવણી, જાણો શું છે તેનું મહત્વ

પ્રમુખસ્વામી નગરમાં ઉજવાઈ રહેલા ભવ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આજે બાળ સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો પર દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સૌ કૌઈ જાણે છે કે પ્રમુખસ્વામી મહારાજને બાળકો પ્રત્યે ખૂબ લાગણી હતી તેમણે બાળકોમાં નાનપણથી જ સંસ્કારોનું સિચન કરવા માટે આગ્રહ રાખતા હતા. તેઓ કહેતા કે, “જો બાળકોને સંસ્કાર નહી આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.”

બાળસંસ્કારદિન-humdekhengenews

આજે ઉજવાશે બાળસંસ્કાર દિન

આજે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં બાળ સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવશે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા બાળકોના સંસ્કાર પ્રત્યે ખૂબ જ ધ્યાન આપતા હતા. પ્રમુખસ્વામી મહારાજની સંસ્કારસિંચન કરવાની રીત કઈક જુદી હતી. જેને ધ્યાને રાખીને પ્રમુખસ્વામી નગરમાં બાળસંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિવિધ મહાનુભવો પ્રમુખ સ્વામી મહારાજના બાળકોને સંસ્કાર આપવાની જે રીત શીખવી છે તેના વિશે વાત કરશે.

બાળસંસ્કારદિન-humdekhengenews

પ્રમુખસ્વામી મહારાજની બાળકો પ્રત્યે પ્રેમ અને લાગણી

એક વખત પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા હરિભક્તો લાઇનમાં આવી રહ્યા હતા. આ દરમ્યાન એક બાળક આવ્યો પ્રમુખસ્વામી મહારાજને ચિઠ્ઠી આપી નીકળી ગયો, ચિઠ્ઠી પ્રમુખસ્વામી મહરાજે સાચવી રાખી એમાં લખ્યું હતું કે, આપનું આસન બહુ ઊંચું છે તો મને દર્શન બરાબર થઈ શક્યા નહીં, તરત જ આયોજક સંતોને બોલવી સૂચના આપી હવેથી મારુ આસન નીચું રાખવું જેથી બાળકોને પણ વ્યવસ્થિત મળી શકાય. પ્રમુખસ્વામી મહારાજ માટે બાળક – વૃદ્ધ, અમીર-ગરીબ, આદિવાસી- અમેરિકાવાસી બધાને એક સમાન હતા, અને તમામને એક સરખો પ્રેમ અને હુંફ આપતા. પ્રમુખસ્વામી મહારાજને સંસ્કારી બાળકો તૈયાર કરવા હતા.જેથી તેઓ આવી રીતે બાળકોના મન સાચવતા, રમાડતા, જમાડતા અને સાથે સાથે સંસ્કાર અને સદાચારના ગુણોનું સિંચન કરતાં. પ્રમુખસ્વામી મહારાજ કહેતા , ‘તમે તમારા બાળકને સંસ્કાર આપો.જો આપણે સંસ્કાર નહિ આપીએ તો બાળક આપણા લાખ રૂપિયાને પણ ખાખ કરતાં વાર નહિ લગાડે.

બાળસંસ્કારદિન-humdekhengenews

15000 જેટલા બાળકો શતાબ્દી મહોત્સવની સેવામાં કાર્યરત

પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સંસ્કાર સિંચવાનું અદભુત કાર્ય કર્યું છે. એક માતા પિતાની જેમ જ વાણી વિવેક ,ચોરી ન કરવી , સ્વાવલંબી જીવન , આદર્શ વર્તન , એકતા , સાદગી , કુસંગ ત્યાગ , માતા પિતા અને વડીલો નો આદર, અને ચારિત્ર્યવાન બનવું આવા કંઇક કેટલાય સંસ્કાર પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સિંચ્યા છે. આજ કાર્ય આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ પણ કરી રહ્યા છે. આજે અહી પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી 15000 જેટલા બાળકો આજે શતાબ્દી મહોત્સવની સેવામાં પણ કાર્યરત થાય છે.

બાળસંસ્કારદિન-humdekhengenews

પ્રમુખસ્વામી નગરમાં બાળકો માટે બનાવી બાળનગરી

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ બાળકોમાં સંસ્કારના સિંચન થયા તે માટે વિશાળ બાળનગરીની પણ રચના કરવામાં આવી છે. અહી પ્રદર્શિત કરવામાં આવતા વિવિધ કૃતિઓથી પ્રેરિત થઈ અહી 15000 વધુ બાળકોએ માતાપિતાને આદર કરવો, ભગવાનને પ્રાર્થના કરવી, સારા પુસ્તકોનું વાંચન કરવું. ઈન્ટરનેટ અને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, સારો અભ્યાસ કરવો વગેરે નિયમો ગ્રહણ કર્યા છે.

આ પણ વાંચો : પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ : આજે ઉજવાયો ‘દર્શન-શાસ્ત્ર દિન’ જાણો શું રહ્યું વિશેષ

Back to top button