ભાવનગર : ફૂડ પોઈઝનિંગના કારણે 100 થી વધુ બાળકોને અસર, મોટી સંખ્યામાં લોકો સારવાર હેઠળ
તહેવારોની ઉજવણી વચ્ચે ભાવનગરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં પાલીતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં આશરે લગ્ન પ્રસંગમાં ભોજન કરવાના કારણે 300થી વધુને ફૂડ પોઇઝનની અસર જોવા મળી છે. જેમાં 100 બાળકોને અસર થઇ છે. તમામ લોકોને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, પાલીતાણામાં તળાવ વિસ્તાર પાસે એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઇઝનની અસર થઇ છે. જેમાં 100 બાળકોનો સમાવેશ થાય છે. જો કે તમામની હાલત સ્થિર છે અને તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાંક લોકોનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.
લગ્ન પ્રસંગના ભોજનમાં આ પ્રમાણેની ઘટના બનવાના કારણે 200 જેટલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ 100 જેટલા લોકોને સામાન્ય અસર થઇ છે. સારવાર અર્થે પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં પણ કેટલાંક લોકોને ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ : ઘરમાં આગ લાગતા એક બાળક સહિત ત્રણના મોત
હાલ તમામ લોકોને પાલીતાણાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વસ્થ લોકોની પણ દેખરેખ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : બાંદ્રાથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 10 મુસાફરો ઈજાગ્રસ્ત