નેશનલ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ ગોળીબાર કર્યો, 3ના મોત, 7 ઘાયલ

Text To Speech

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ડાંગરી ગામમાં રવિવારે મોડી સાંજે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં કુલ 8 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને રાજૌરીની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બે લોકોના મોત થયાની માહિતી મળી છે. આ સાથે જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

એડીજીપી જમ્મુ મુકેશ સિંહે જણાવ્યું કે રાજૌરીના અપર ડાંગરી ગામમાં લગભગ 50 મીટરના અંતરે ત્રણ અલગ-અલગ ઘરોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આમાં ઘાયલ બે નાગરિકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, આઠ ઘાયલોમાંથી અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘાયલોને જીએમસી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમના શરીરમાં ઘણી ગોળીઓ છે.

રાજૌરી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મેહમૂદે કહ્યું, “રાજૌરીના ડાંગરી વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર ચાલુ છે. પોલીસ અને જિલ્લા પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે. ઘાયલોના મૃતદેહ પાસેથી ઘણી ગોળીઓ મળી આવી છે.

આ પણ વાંચો : TDP ચીફ ચંદ્રબાબુની રેલીમાં ફરી નાસભાગ, 3ના મોત, અનેક ઘાયલ

Back to top button