ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

GST Collection : માત્ર ડિસેમ્બર મહિનામાં જ સરકારને GST માં થઈ અધધ 1.4 લાખ કરોડની આવક

Text To Speech

વર્ષ 2022 પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે ગયા વર્ષે સરકારને GSTમાંથી સારી આવક થઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. આજે ડિસેમ્બર 2022 માટે GSTનો આંકડો સામે આવ્યો છે અને તેમાં સતત દસમા મહિને 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુની GST આવક પ્રાપ્ત થઈ છે. ડિસેમ્બર મહિનામાં રૂ. 1,49,507 કરોડનું GST કલેક્શન નોંધાયું હતું. જો આ રીતે જોવામાં આવે તો GST કલેક્શનમાંથી સરકારને સારી કમાણી થઈ રહી છે અને સરકારને આ મામલે ઘણી આવક થઈ રહી છે.

આ પણ વાંચો : આજથી આ નિયમોમાં થઈ રહ્યા છે ફેરફાર, જાણી લો તમામ અપડેટ

જાણો GSTનો કુલ આંકડો

ડિસેમ્બર 2022માં ગ્રોસ GST કલેક્શન રૂ. 1,49,507 કરોડ હતું અને તેમાં CGSTનો હિસ્સો રૂ. 26,711 કરોડ હતો. SGSTનો હિસ્સો રૂ. 33,357 કરોડ હતો અને IGSTનું કલેક્શન રૂ. 78,434 કરોડ હતું. આ IGSTમાં રૂ.40,263 માલની આયાતનો પણ સમાવેશ થાય છે. આ સિવાય સેસનો હિસ્સો રૂ. 11,005 કરોડ રહ્યો છે અને આમાં માલની આયાતમાંથી રૂ. 850 કરોડની રકમ મળી છે.

GST - Hum Dekhenge News
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ – ડિસેમ્બર 2022

સેટલમેન્ટ પછીની આવક

સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે રૂ. 36,669 કરોડના CGST અને રૂ. 31,094 કરોડના SGSTના હિસ્સાની સેટલમેન્ટ કરી છે. ડિસેમ્બર 2022માં, રાજ્યો અને કેન્દ્રને નિયમિત સેટલમેન્ટ બાદ CGST તરીકે 63,380 કરોડ રૂપિયા અને SGST તરીકે 64,451 કરોડ રૂપિયા મળ્યા છે. ડિસેમ્બર 2022માં સરકારને જે આવક આવી છે તે ગયા વર્ષ એટલે કે ડિસેમ્બર 2021 કરતા 15 ટકા વધુ છે. ડિસેમ્બર 2022 દરમિયાન, માલની આયાતમાંથી વાર્ષિક ધોરણે આવક 8 ટકા વધુ છે અને સ્થાનિક વ્યવહારો (જેમાં સેવાઓની આયાત પણ શામેલ છે) 18 ટકા વધારે છે. આ ઉપરાંત નવેમ્બર 2022માં પણ 7.9 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે ઓક્ટોબર 2022ની સરખામણી કરતા સારા હતા. ઓક્ટોબર 2022માં 7.6 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા.

Back to top button