રાજકોટ: ખાનગી શાળામાં પેપરલીકના મુદ્દે શાળા સંચાલકે આપ્યું ચોંકાવનારું નિવેદન
રાજકોટમાં ખાનગી શાળામાં પેપરલીકના મુદ્દે શાળાના સંચાલક રાજકુમાર ઉપાધ્યાયનું નિવેદન સામે આવ્યું છે. જેમાં અમારી શાળાએ હજુ સુધી પેપર તૈયાર જ નથી કર્યા. તથા કોઈ અજાણ્યા વ્યક્તિએ શાળાના નામનો ઉપયોગ કર્યો છે અને શાળાનું એક પણ પેપર લીક થયુ નથી. તેમજ જવાબદાર વ્યક્તિ સામે અમે પોલીસ કાર્યવાહી કરીશું. તથા શાળાની બદનામી માટે આવું કૃત્ય થયું હોવાની આશંકા છે.
પેપર વાયરલ થતા જ ફરી એક વખત શિક્ષણ તંત્ર પર સવાલો ઉઠ્યા
રાજકોટમાં આજે ખાનગી શાળાનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. શહેરના સ્વામિનારાયણ ચોક મેઈન રોડ પર આવેલા શ્રદ્ધા સ્કૂલ આવી છે. જેમાં વાયરલ થયેલા પેપરમાં શ્રદ્ધા સ્કૂલનું નામ પણ લખેલું છે. આ પેપર આગામી ત્રણથી ચાર તારીખે લેવાનારી હોવાની વિગતો સામે આવી હતી. વાયરલ થયેલું પેપર ધોરણ 11 નું બેચલર ઓફ આર્ટસનું છે. વાણિજ્ય વ્યવસ્થા નામના વિષયનું આ પેપર છે. આ પેપર વાયરલ થતા જ ફરી એક વખત શિક્ષણ તંત્ર પર સવાલો ઉઠ્યા હતા જોકે આજે પેપર વાયરલ થયું છે તે સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે આ પેપર અમારી સ્કૂલનું છે જ નહીં.
આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બોગસ ટિકિટો મળી આવતા ખળભળાટ, ઓથોરીટી નોંધાવી ફરિયાદ
ખોટું પેપર ઊભું કરીને વાયરલ કર્યું હોવાનું જણાવ્યું
અમારી સ્કૂલના પેપર હજુ છપાણા જ ન હોવાની વાત સ્કૂલ સંચાલકોએ કરી હતી. આ સમગ્ર મામલે તેમને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પણ જાણ કરી છે. કોઈએ તેમની સ્કૂલને બદનામ કરવા માટે આ રીતે ખોટું પેપર ઊભું કરીને વાયરલ કર્યું હોવાનું જણાવ્યું હતું. સ્કૂલ સંચાલક દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર બાબતથી વાકેફ કરાયા હોવાની વાત પણ તેમણે કરી હતી. સ્કૂલ સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે પહેલા તો તેમના દ્વારા એ જાણવાનો પ્રયાસ કરાશે કે આ પેપર કોણે વાયરલ કર્યું છે? તેમની સ્કૂલને બદનામ કરનારા સામે આગામી સમયમાં જરૂરી કાર્યવાહી પણ કરાશે તેમ સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગીર સોમનાથ : ઉનામાં પૂર્વ કોન્સ્ટેબલની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ