ગુજરાતટોપ ન્યૂઝ

ચૂંટણીમાં પક્ષવિરોધી કામ કરનાર ભાજપના નેતાઓની આવી બની

Text To Speech

ચૂંટણીમાં પક્ષવિરોધી કામ કરનાર ભાજપના નેતાઓની આવી બનશે. જેમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી મામલે પક્ષ વિરોધી કાર્ય કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમાં સૌથી હાઇલાઇટ સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન પહોંચાડનારા સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ થઇ ગઇ છે. તેમજ આંતરિક વિરોધીઓનો મામલો ભાજપે શિસ્ત સમિતિને સોંપ્યો છે.

આ પણ વાંચો: નવા વર્ષમાં પોલીસ વિભાગમાં જગ્યાઓ પડશે, યુવાનો થઇ જાવ તૈયાર

ચૂંટણી સમયે જ કેટલાક સામે પગલાં લેવામાં આવ્યા

શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં ચૂંટણી સમયે કેટલાક નારાજ કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતની પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતાગીરીએ ગંભીર નોંધ લીધી હતી અને ચૂંટણી સમયે જ કેટલાક સામે પગલાં લેવામાં આવ્યા હતા.

તથ્યોની તપાસના અહેવાલના આધારે કાર્યવાહી કરવામાં આવશે

રાજ્યની કેટલીક વિધાસભા બેઠક પર બાગી પ્રવૃત્તિ થઇ હોવાનો સ્વીકાર કરી જિલ્લાઓના ભાજપના પ્રમુખોએ આ મામલે પ્રદેશને રિપોર્ટ સોંપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે આ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરાશે. આંતરિક વિરોધીઓનો મામલો ભાજપે શિસ્ત સમિતિને સોંપ્યો છે. આ મામલે ફરિયાદ અને તથ્યોની તપાસના અહેવાલના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: નવા વર્ષમાં કોલ્ડવેવની આગાહી, ગુજરાતમાં જાણો ક્યા પડી સૌથી વધુ ઠંડી

નારાજ લોકો નડતર રૂપ બન્યા હોવાના સમાચાર સામે આવ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા સામે ભાજપ કાર્યવાહી કરશે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન પહોંચાડનારા સામે કાર્યવાહી થશે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની યોજાઈ હતી. જેનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ જીત મળી છે. ભાજપને 156, કોંગ્રેસને 17 અને આપ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે. જોકે, આ ચૂંટણી પૂર્ણ થયા બાદ કેટલીક જગ્યાએ ભાજપને ભાજપના જ કેટલાક નારાજ લોકો નડતર રૂપ બન્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.

Back to top button