ગુજરાતટોપ ન્યૂઝ

નવા વર્ષમાં પોલીસ વિભાગમાં જગ્યાઓ પડશે, યુવાનો થઇ જાવ તૈયાર

Text To Speech

વર્ષ 2023નું વર્ષ પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે.

આ પણ વાંચો: નવા વર્ષમાં કોલ્ડવેવની આગાહી, ગુજરાતમાં જાણો ક્યા પડી સૌથી વધુ ઠંડી 

આ માટે 20 સભ્યોની એક સમિતિ બનાવશે

અગાઉ પણ પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા ચાલી રહી હતી. આવનારા સમયમાં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. નવી ભરતી માટે નવા નિયમો બનાવવા ગૃહમંત્રીની સૂચના મળી ચૂકી છે. પોલીસ ભરતીના નિયમો વર્તમાન સમય પ્રમાણેના તૈયાર કરવા આદેશ છૂટી ચૂક્યા છે. ત્યારે ભરતી પ્રક્રિયાના નવા નિયમો માટે કમિટીની રચના કરાશે. આ માટે 20 સભ્યોની એક સમિતિ બનાવશે. આગામી 2થી 3 મહિનામાં સમિતિ નવા નિયમો અંગે અહેવાલ આપશે. ત્યારબાદ ભરતી પ્રક્રિયાની જાહેરાત થશે.

આ પણ વાંચો: જૈન તીર્થની રક્ષા માટે એકતાનો માહોલ, શત્રુંજય મહાતીર્થ બચાવવા હજારો જૈનો જોડાયા

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી

ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.

Back to top button