આજે હીરાબાનું વડનગરમાં બેસણું અને પ્રાથના સભા, મોટી સંખ્યામાં લોકો અને અગ્રણીઓ રહેશે ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વડનગર ખાતે બેસણું, પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીના માતા હીરાબાનું 30 ડિસેમ્બરના રોજ અવસાન થયું હતુ. ત્યારે સ્વર્ગીય હીરાબાની યાદમાં આજે જવાહર નવોદય વિદ્યાલય હોલ, પોલીટેકનિક કોલેજ સામે, વડનગરમાં પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડનગરમાં 9 થી12કલાક દરમિયાન આ પ્રાથના સભા
આજે સવારે હીરાબાના વતન વડનગરમાં 9 થી12કલાક દરમિયાન આ પ્રાથના સભા રાખવામાં આવી છે. પિયરપક્ષનું બેસણું પણ આ જ સ્થળ અને સમયે રાખવામાં આવ્યુ છે. આજે હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં વડનગર વાસીઓ અને અન્ય અગ્રણીઓ હાજર રહેશે.
30 ડિસેમ્બરના રોજ હીરાબાનું નિધન
ઉલ્લેખનીય છે કે અચાનક તબિયત ખરાબ થવાના કારણે હીરાબાને 28 ડિસેમ્બરે અમદાવાદની યૂએન મેહતા ઈંસ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભરતી કરાવ્યા હતા. જ્યાં 30 ડિસેમ્બર વહેલી સવારે 3.30 કલાકે હીરાબાનું નિધન થઈ ગયું. પીએમ મોદીએ પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. શતાયું વર્ષની ઉંમરે માતા હીરાબાએ દુનિયાને અલવિદા કહેતા વડાપ્રધાને આ અંગે ટ્વીટ કરી માતાના નિધનના સમાચાર આપ્યા હતા.