ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઋષભ પંતના ચાહકો માટે સારા સમાચાર, ક્રિકેટરની તબિયત સુધારા પર

Text To Speech

ક્રિકેટર ઋષભ પંતના ચાહકો માટે સારા સમાચાર છે. યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત જે રૂરકી પાસે એક ભયાનક કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો, તેની તબિયત હવે સુધરી રહી છે. DDCAની ટીમે પંતની સ્થિતિની તપાસ કર્યા બાદ આ માહિતી આપી છે. પંતની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

અમે ડોકટરોની સારવારથી સંતુષ્ટ છીએ – DDCA

ભારતના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની હાલત વિશે પૂછવા માટે DDCAની ટીમ દેહરાદૂન મેક્સ હોસ્પિટલ પહોંચી હતી. અહીં તેમની સ્થિતિ વિશે જાણી લીધા પછી, DDCA ટીમે તેના નિવેદનમાં કહ્યું કે ‘ઋષભની ​​તબિયતમાં સુધારો થઈ રહ્યો છે’. અમે ડોક્ટરોની સારવારથી સંતુષ્ટ છીએ. BCCI પંતને અહીંથી શિફ્ટ કરવાનો નિર્ણય લેશે. BCCIના ડોકટરો પણ સતત સંપર્કમાં છે. તેની સારવાર પણ અહીં સારી ચાલી રહી છે. જો શ્રેષ્ઠ સારવારની જરૂર હોય, તો ઋષભને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.

DDCA દ્વારા આપવામાં આવેલી આ માહિતી બાદ ભારતીય ચાહકોને મોટી રાહત મળી છે. અકસ્માત બાદથી, સમગ્ર ભારતમાંથી લોકો અને ચાહકો ઋષભ જલ્દી સાજો થાય તેની માટે પ્રાર્થના કરી રહ્યા છે. પંતના મગજ અને કમરનો MRI સ્કેન કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે.

ઋષભ પંતના ઘૂંટણ અને પગની ઘૂંટીનો MRI સ્કેન હજુ સુધી કરવામાં આવ્યો નથી. ખરેખર, આનું કારણ સોજો અને દુઃખાવો છે. પંતનો સોજો અને દુઃખાવો હજુ ઓછો થયો નથી. જેના કારણે તેમનું MRI સ્કેન થઈ શક્યું નથી.

Back to top button