ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બનાસકાંઠામાં અટલ-ભુજલ યોજનાનો ડીસાથી પ્રારંભ

Text To Speech
  • ડીસાના મામા નગર ખાતે ધારાસભ્ય પ્રવીણ માળીએ ખાતમુહૂર્ત કર્યું

પાલનપુર : ભૂગર્ભ જળના સ્તર નીચા જતા તેને રિચાર્જ દ્વારા ઉપર લાવવાની કેન્દ્ર સરકારની અટલ ભુજલ યોજનાનું બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના મામા નગર ખાતેથી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ખાતમુહૂર્ત કરાવી પ્રારંભ કર્યો હતો.

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા દેશમાં જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ઘણું જ નીચે ઉતરી ગયેલું છે અને ભૂગર્ભ જળના રિચાર્જ કરતા પાણી ખેંચવાનું પ્રમાણ ઘણું વધારે છે તેવા વિસ્તારોમાં આધુનિક રિચાર્જ પદ્ધતિથી ભૂગર્ભજળ ઊંચું લાવવા અટલ ભુજલ યોજના અમલમાં મુકાઇ છે. જેનો બનાસકાંઠા જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસા તાલુકાના માલગઢ મામાનગર ખાતેથી રીચાર્જ બોરનું ખાતમુહૂર્ત કરી તેનું પ્રારંભ કર્યો હતો.

અટલ-ભુજલ યોજના-humdekhengenews

ધારાસભ્ય પ્રવીણ માળી એ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે તળાવ ભરવામાં આવે છે તેમજ ચોમાસામાં વધારાનું વહી જતું પાણી પુનઃ જમીનમાં ઉતારવા અટલ ભુજલ યોજના બનાવી છે. જેમાં આધુનિક પદ્ધતિથી રિચાર્જ બોર કરી ફેઝોમીટર દ્વારા લેવલ ચેક કરી કચરો ન જાય તે રીતે પ્યોર પાણી એક્વાફાયર લેવલ સુધી પહોંચે તેવી રીતે આધુનિક પદ્ધતિથી રિચાર્જ કરી જમીનમાં ઉતારવામાં આવે છે.

આ યોજનાનો બનાસકાંઠા જિલ્લામાંથી ડીસા મામાનગરથી પ્રારંભ થયો છે.ત્યારે આ યોજનાથી સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંચા આવશે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે.

અટલ-ભુજલ યોજના-humdekhengenews

આ પ્રસંગે વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ગામના સરપંચ ગટુબેન ભેરાજી માળી, યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર ડી. બી. દેસાઈ, એગ્રી એક્સપર્ટ જીમિતભાઈ પટેલ, હાઇડ્રોલોજીસ્ટ કમલેશભાઈ ગેલોત, નાયબ કાર્યપાલક ઇજનેર એન.એસ. ઉપાધ્યાય તેમજ માતૃભૂમિ ફાઉન્ડેશન ટ્રસ્ટના આર. જે. પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના રામપુરા ગામે 300 વીઘા દબાણની જમીન કરાઈ ખુલ્લી

Back to top button