નવુ વર્ષ શરૂ થવાને હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે નવુ વર્ષ તેમના માટે ખુશીઓ અને ગુડલક લઇને આવે, વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ અંગે જણાવાયુ છે જે દુખ અને દરિદ્રતા લાવી શકે છે. એવી કેટલીક વસ્તુઓ છે કે જેને ઘરમાં રાખવી શુભ નથી. તેનાથી લોકોના જીવનમાં દુઃખ અને દરિદ્રતા આવે છે. હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં બતાવાયેલા નિયમોનું પાલન કરવાથી લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવી કેટલીક વસ્તુઓ જો તમારા પણ ઘરમાં હોય તો આજે જ તેને ઘરની બહાર કરી દેજો.
ઘરમાં ન રાખો ખંડિત મુર્તિ
વાસ્તુ અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિનું હોવુ અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં એવી મુર્તિઓ હોય તો તેને તરત વિસર્જિત કરી દો. ઘરના મંદિરમાં ભુલથી પણ દેવી-દેવતાઓની ખંડિત તસવીરો અને પ્રતિમાઓ ન રાખો. તે વાસ્તુ દોષને જન્મ આપે છે. તેના કારણે ઘરના લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડે છે.
જુના કપડાં ન રાખો
હંમેશા લોકોના ઘરમાં જુના કપડાં પડ્યા હોય છે, તેનો ઉપયોગ થતો નથી. લોકો જુના કપડા, રજાઇ, ચાદર, ગાદલા જેવી વસ્તુઓે સ્ટોરરૂમમાં વર્ષો સુધી ધુળ જામવા માટે છોડી દે છે. જે જરાય સારુ નથી. આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ ખરાબ થાય છે. આ કપડામાંથી ઘરમાં રાહુ-કેતુની નકારાત્મક ઉર્જા આવવા લાગે છે.
ઘરમાં ન રાખો તુટેલી ડસ્ટબિન
ઘરની ડસ્ટબિન પણ હંમેશા સાફ અને તુટ્યા વગરની હોવી જોઇએ. તુટેલી ડસ્ટબિન ઘરમાં રાખવી અશુભ ગણાય છે. તેના કારણે દુઃખ દરિદ્રતા અને બિમારીઓ આવવા લાગે છે. તેથી ઘરમાં ક્યારેય તુટેલી ડસ્ટબિન ન રાખો.
બંધ પડેલી ઘડિયાળ અશુભ સમય લાવે છે
બંધ પડેલી ઘડિયાળ ખરાબ સમયનું પ્રતિક છે. ઘરના લોકો માટે તે અશુભ સમય લાવે છે. કેટલીક વાર ઘડિયાળ દિવાલ પર લટકે લટકે ખરાબ થઇ જાય છે. ઘણીવાર બંધ પડેલી ઘડિયાળ પણ આપણે લટકાવી રાખીએ છીએ. વાસ્તુ અનુસાર કોઇ પણ દિશામાં રાખેલી બંધ ઘડિયાળો ખરાબ સમય લાવે છે. તો આવી ઘડિયાળોને આજે જ અલવિદા કહો.
જુના છાપા અને ફાટેલા પુસ્તકો
ઘરમાં જુના છાપા અને ફાટેલા પુસ્તકો રાખવા ખુબ ખરાબ માનવામાં આવે છે. તે વાસ્તુદોષની નિશાની છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. નકારાત્મક ઉર્જાના કારણે લોકોનું સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. આવા સંજોગોમાં તમે આજે જ જુના છાપા અને ફાટેલા પુસ્તકોનો નિકાલ કરો.
કિચનમાં ન રાખો તુટેલા વાસણો
ઘરના કિચનમાં તુટેલા વાસણો રાખવાનુ અશુભ માનવામાં આવે છે, તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે. જેના કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે. તમારા કિચનમાં વર્ષોથી તુટેલા ફુટેલા વાસણો હોય તો તેને તાત્કાલિક ફેંકી દો.
આ પણ વાંચોઃ નવા વર્ષની શરૂઆતથી જ પર્સથી હટાવી દો ચાર વસ્તુઓ, થશે ફાયદો