ગુજરાતટોપ ન્યૂઝ

CM ભૂપેન્દ્ર પટેલ ફૂલ એક્ટિવ મોડમાં, સરકારી કચેરની સરપ્રાઈઝ વિઝિટ લઈ કર્યું આ કામ

Text To Speech

હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તા પર આવ્યા પછી ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા અને લોકોની મુશ્કેલીઓને સમજી તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ બન્યા છે. જેના માટે નવી સરકાર બન્યા પછી મંત્રીમંડળે પણ પૂરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે માણસા ખાતે આકસ્મિક મુલાકાત ગોઠવી કામગીરીની સમીક્ષા કરી હતી.

ફરી એક વાર ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. માણસામાં આંગણવાડી, પંચાયતઘરની મુલાકાત કર્યા બાદ કામગીરીની સમીક્ષા પણ કરી હતી. તેમજ ત્યાં હાજર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે પણ ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

Bhupendra Patel Visit in Mansa Hum Dekhenge News

જેની સાથે જ ભૂપેન્દ્ર પટેલે શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ શાળાના એક વર્ગખંડમાં પહોંચ્યા હતા. જ્યાં નાના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્ર પટેલે આ શાળાના સ્ટાફ સાથે પણ વાતો કરી હતી. તેમણે તમામ સુવિધાઓ તથા જરૂરિયાતો અંગે સમીક્ષા કરી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

આ પણ વાંચો : ખેડૂતો આનંદો: હવે ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરે નહી જવું પડે, કૃષિમંત્રીએ કરી મોટી જાહેરાત

અગાઉ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓની કામગીરી ચકાસવા પણ સરપ્રાઈઝ વિઝિટ કરતા હોય છે. આવી જ રીતે ભાજપ હવે આ વિધાનસભામાં જંગી બહુમત સાથે બેઠકો જીતતા સુપર એક્ટિવ મોડમાં આવી ગયું છે.

આ પણ વાંચો : આજથી અમદાવાદમાં ભવ્ય ફ્લાવર શોની શરૂઆત, જાણો શું સમયથી લઈ તમામ માહિતી

Back to top button