100 વર્ષની ઉંમરે પણ હીરાબાનું જીવન આપણા માટે પ્રેરણારૂપ : સમાજસેવી હુંડિયા દંપતીએ વાગોળ્યા પોતાના સંસ્મરણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું ગઈકાલે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. ત્યારે દેશભરના નેતાઓ અને અગ્રણીઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. તેવામાં મુંબઈ સ્થિત જાણીતા સમાજસેવી હાર્દિકભાઈ હુંડિયા અને તેમના પત્ની સુનીતા હુંડિયાએ હીરાબા સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, પીએમની જેમ અમને પણ હીરાબાની સેવા અને સન્માન કરવાનો મોકો મળ્યો, અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ.
હીરાબા જીવનને જોડનાર અને પરિવારને ઘડનાર સૌમ્ય શિલ્પી હતા : હાર્દિક હુંડિયા
વધુમાં હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જેમ મને પણ માતા હીરાબાનું સન્માન કરવાનો અમૂલ્ય અવસર મળ્યો છે. સામાજિક કાર્યકર્તા હાર્દિક હુંડિયાએ જણાવ્યું છે કે મુંબઈમાં લગાતાર ઘણા વર્ષોથી ઓ..બા…માઁ કાર્યક્રમમાં અનેક માતાઓનું સમ્માન કર્યું છે. આ જ કડીમાં આદરણીય હીરાબાનું સમ્માન ખાસ મુંબઈમાં નહીં પરંતુ તેમના નિવાસસ્થાન ગાંધીનગર જઈને તેમને સમ્માનીત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અમદાવાદ ગાંધીનગરમાં તેમના ઘરે હીરાબાના પગને દૂધ અને પાણીથી ધોયા પછી તિલક, માળા, શ્રીફળ, સોનેરી ફૂલ, શાલ અને સન્માનપત્રથી નવાજવામાં આવ્યા હતા. હીરાબાનું વ્યક્તિત્વ જે મેં જોયું છે તે કહું તો તેઓ ખૂબ જ શાંત અને સરળ સ્વભાવના હતા પરંતુ તેમની દ્રષ્ટિ બાજ જેવી હતી.
અમારા ઉપર હાથ મૂકી આપેલા આશીર્વાદનો અવસર નહિ ભુલાઈ
હીરાબાને જ્યારે શ્રીફળ આપ્યું, ત્યારે બાએ તેને આદરપૂર્વક એવી રીતે માથે લગાડ્યું તે જોઈને કહી શકાય છે કે સન્માનની કિંમત ખરેખર અમૂલ્ય છે. જ્યારે સમ્માનનું કાર્ય પુરૂ થયું ત્યારે હીરાબાએ જે રીતે મને અને મારી પત્ની સુનીતા હુંડિયાને અમારા બંનેના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા તે હું ક્યારેય ભૂલીશ નહીં. વધુમાં હાર્દિક હુંડિયાએ જણાવ્યું છે કે જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમની માતા હીરાબાનું સન્માન કરવાનો અમૂલ્ય અવસર મળ્યો છે, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને પણ તેવો જ અવસર મળ્યો છે. હીરાબાની સાથે જેટલો સમય મેં વિતાવ્યો, બાની સાદગી, બાની અનુભવી નજર અને ઓછું બોલવું પણ તેમની આંખો ઘણું કહી જાય છે. તે મેં અનુભવ્યું હતું.
હુંડિયા દંપતીને આશીર્વાદ આપતા હીરાબાવડાપ્રધાનની માતા બન્યા બાદ પણ તેમણે ખૂબ જ સાદું જીવન જીવ્યું
આજે આપણે હીરાબા જેવી અમૂલ્ય માતા ગુમાવી છે, જેણે દેશને આવા સફળ વડાપ્રધાન આપ્યા છે, જેઓએ આપણા દેશનું વિશ્વમાં નામ રોશન કર્યું છે. 100 વર્ષની ઉંમરે પણ હીરાબાનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. પોતાના જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરીને તેમણે રસ્તો શોધી કાઢ્યો અને પોતાના પુત્રને વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યા હતા. વડાપ્રધાનની માતા બન્યા બાદ પણ તેમણે ખૂબ જ સાદું જીવન જીવ્યું છે. વધુમાં હાર્દિક હુંડિયાએ જણાવ્યું કે ઓ.. બા. ..માઁ કાર્યક્રમમાં અમને 109 વર્ષની માતા સાથે અનેક માતાઓનું સન્માન કરવાની અમૂલ્ય તક મળી છે. માં હીરાબા માટે શું લખું ?