નવા વર્ષની શરૂઆતથી જ પર્સથી હટાવી દો ચાર વસ્તુઓ, થશે ફાયદો
જો તમે તમારા નવા વર્ષને સારું અને ખુશીઓથી ભરપૂર બનાવવા ઈચ્છો છો તો તમે અનેક નવા નુસખા અપનાવી શકો છો. વાસ્તુમાં પણ નવા વર્ષની શરૂઆત સારી રીતે કરવાની અનેક નવી ટિપ્સ આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆત સારી રીતે વાસ્તુના નિયમો સાથે કરવાથી મદદ મળી શકે છે. જો તમારી પાસે રૂપિયા ટકતા નથી અને તમારા ઘરમાં કાયમ તંગી રહે છે તો વાસ્તુની ટિપ્સ તમારી મદદ કરી શકે છે. વાસ્તુના નિયમ અનુસાર પર્સમાં રાખેલી કેટલીક વસ્તુઓ પર નકારાત્મક અસર કરે છે અને સાથે તેના કારણે તેઓ કંગાળ બની શકે છે. વાસ્તુ અનુસાર પર્સમાં કેટલીક ચીજો ક્યારેય ન રાખવી. જો તમે પણ પર્સમાં આ ચીજો રાખો છો તો નવા વર્ષની શરૂઆત પહેલા તેને હટાવી લો.
નવા વર્ષ પહેલા પર્સમાંથી શું હટાવશો : પર્સમાં કોઈ પણ અણીદાર ચીજો કે ધાતુથી બનેલી ચીજો રાખવી નહીં. માનવામાં આવી રહ્યું છે કે પિન, ચાવી, ચપ્પી જેવી ચીજોથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેના પ્રભાવથી વ્યક્તિ ધીરે ધીરે ગરીબીની તરફ ધકેલાઈ જાય છે. નવા વર્ષના આગમન પહેલા પર્સથી કેટલીક ચીજો હટાવી લેશો તો ફાયદો થશે. પર્સ કે વોલેટમાં ક્યારેય પણ કોઈ બિલ કે જૂની રસીદ જેવી ચીજો ન રાખો. પર્સમાં કાગળો ભેગા કરી રાખવાથી રાહુ દોષ લાગે છે. તે ધનહાનિનો સંકેત આપે છે અને કારણ વિનાના ખર્ચાનું કારણ બને છે. આ માટે નવા વર્ષ આવતા પહેલા પર્સથી જૂની ચીજો હટાવી દો.
તમારા પૂર્વજોનું સન્માન કરવું જોઈએ પરંતુ તેનો ફોટો ક્યારેય પર્સમાં રાખવો નહીં. તેનાથી દોષ લાગે છે. વાસ્તુના આધારે પૂર્વજોના ફોટોને ઘરની દક્ષિણ- પશ્ચિમ દિશામાં લગાવો. આ જ રીતે પર્સમાં ક્યારેય પણ ભગવાનના ફોટો રાખવા નહીં. ભગવાનના ફોટોને સન્માન સાથે પૂજામાં લગાવો.
પોતાના પર્સ કે વોલેટમાં ક્યારેય પણ નોટને તોડીને કે વાળીને રાખવી નહીં. રૂપિયાને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેમને અવ્યવસ્થિત રીતે રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. આ કારણે પર્સમાં હંમેશા વ્યવસ્થિત રીતે રૂપિયા રાખો.