નવા વર્ષમાં તમારે કાયમ માટે તણાવ મુક્ત રહેવુ છે ? તો અપનાવો આ રીત
પ્રાણાયામનો મુખ્ય હેતુ શરીરમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોતોને શુદ્ધ કરવાનો અને શરીરના શ્વસન તંત્રને સ્વસ્થ રાખવોનો છે. જે લોકો પ્રાણાયમ નિયમીત કરે છે તેવા લોકોના જીવનમા તનાવ અને ચિંતાના સ્તરને ઓછો કરે છે. આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે જુદાં જુદાં ડાયટ કરવાની સાથે કસરત કરતા હોઈએ છીએ. તેવી જ રીતે મનને મજબૂત કરવા માટે યોગનો અભ્યાસ સર્વશ્રેષ્ઠ માનવામા આવે છે. જ્યારે મન શાંત હોય છે ત્યારે કોઈ પણ કઠીન નિર્ણય સરળતાથી લઈ શકાય છે. નવા વર્ષની શરુઆતમા તમે યોગ કરવાના નિયમ બનાવી શકો છો. જેનાથી તે તમારો શરીર અને મનને સ્વસ્થ રાખવામા મદદરુપ થશે. આ લેખમા આપણે જાણીશું કે કેવી રીતે યોગની મદદથી મન મજબૂત કરી શકાય છે.
ધ્યાન : ધ્યાન એક એવી પ્રક્રિયા છે જે આપણા ઋષિ-મુનીઓના સમયથી ચાલી આવેલી પ્રક્રિયા છે. જે કોઈ પણ કાર્ય કરવા માટે આપણને એકાગ્ર થવામા મદદ રુપ થાય છે. ધ્યાનની પ્રેકટીસ કરવાથી આપણા મનને જાગૃત કરી શકાય છે.જ્યારે મન સ્થિર થાય છે ત્યારે આપણા હેતુઓને અને લક્ષ પ્રાપ્તી સારી રીતે કરી શકાય છે.
પ્રાણાયામ : જો તમે દરરોંજ પ્રાણાયમ કરો તો તે તમારા મનને શાંત કરવા અને એકાગ્રતામા વધારો કરે છે. પ્રાણાયામનો મુખ્ય હેતુ શરીરમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોતોને શુદ્ધ કરવાનો અને શરીરના શ્વાસન તંત્રને સ્વસ્થ રાખવાનો છે. જે લોકો પ્રાણાયમ નિયમીત કરે છે તેવા લોકોના જીવનમા તનાવ અને ચિંતાના સ્તરને ઓછો કરે છે. તમારી જાતને શિસ્તમા રાખો, જો તમે તમારા જીવનમા નિયમીતા રાખો છો તો તે તમને મન શાંત રાખવામા મદદ થાય છે આમ કરવાથી તમે કોઈ પણ અવરોધ વગર તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકાય છે. આ માટે જરૂરી છે કે તમે તમારી જાતને શિસ્ત આપો. તમે તમારી દિનચર્યાના તમામ કાર્યોની યાદી બનાવો અને તેને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો જેથી તે લક્ષ્ય મેળવવામા મદદરુપ સાબિત થશે.
સકારાત્મક બનો : હકારાત્મક બનીને તમે તમારુ જીવન બદલી શકો છો. આ માટે સૌથી જરૂરી છે કે તમે તમારી આસપાસના વાતાવરણને ખુશનુમા બનાવો જેના કારણે તમારી નકારાત્મકતાને તમારા મન પર હાવી થવા ન દો. આ સાથે તમારે તમારી આદતોને સમયની સાથે બદલતા રહેવું જોઈએ અને સતત સકારાત્મક રહેવુ જોઈએ.