દક્ષિણ ગુજરાત

જેલો પણ હાઉસફૂલ, વલસાડ જિલ્લા પોલીસે મંડપમાં રાખ્યા ‘દારૂ’ની પાર્ટી કરનારને !

Text To Speech

31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ રાજ્યભરમાં પોલીસ એલર્ટ થઈ છે ત્યારે વલસાડ જિલ્લામાં પોલીસે દારૂની હેરાફેરી પર રોક લગાવવા અને નશાની હાલતમાં જડપાતા શોખીનોને સબક શીખવવા વલસાડ જિલ્લા પોલીસે વિશેષ એક્સન પ્લાન તૈયાર કર્યો છે. આ વચ્ચે વાપી પોલીસે સપાટો બોલાવતા 150થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. જેના કારણે પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં આરોપીઓને લવાતા પોલીસ સ્ટેશનના લોકઅપ પણ હાઉસફૂલ થઈ ગયા હતા.

Valsad 31st Daru party Hum Dekhenege News

એટલી સંખ્યામાં આરોપીઓને રાખવા પોલીસ સ્ટેશનની બહાર મંડપ બાંધવો પડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લામાંની હદ પર સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તથા મહારાષ્ટ્રને અડીને આવેલી છે. આ તમામ પ્રદેશોમાં દારૂની છૂટ છે. 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે.

Valsad 31st Daru party Hum Dekhenege News 01

આ સાથે જિલ્લાને સ્પર્શતી આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ વખતે પણ વલસાડ જિલ્લાની 35 આંતરરાજ્ય ચેક પોસ્ટો પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આંતર રાજ્ય ચેકપોસ્ટો પર બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે શોખીનો નશાની હાલતમાં ઝડપાય છે, તેમને પોલીસ સ્ટેશન લાવી અને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

Valsad 31st Daru party Hum Dekhenege News 02

31 ડિસેમ્બરના પહેલાં જ વાપી અને દમણની હદ પર આવેલા કચી ગામ અને ડાભેલ ચેકપોસ્ટ પરથી 150થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી પોલીસે તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં આ રીતે સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ફાર્મ હાઉસો અને બંગલાઓ પર પોલીસની બાજ નજર છે. આ સાથે જ જિલ્લાના તમામ અંતરિયાળ અને મુખ્ય માર્ગો પર પણ પોલીસ દ્વારા સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : નવસારી પાસે ગોઝારો અકસ્માત, 9 લોકોના મોત જ્યારે 32 ઘાયલ

Back to top button