2023માં કઇ તારીખ તમારી રાશિ માટે રહેશે લક્કી?
દર વર્ષની જેમ નવુ વર્ષ 2023 પણ ચઢાવ-ઉતારથી ભરેલુ રહેવાનું છે. જોકે આ દિવસોમાં પણ કેટલાક સારા મુહુર્તો, કેટલાક સારા સમાચાર, કેટલીક તારીખો તમને ખુશીઓ આપશે અને તમને સંતોષનો અનુભવ થશે. મેષથી લઇને મીન રાશિ સુધીના લોકો માટે કેટલીક તારીખ શુભ રહેવાની છે.
મેષ (16 મે)
મે મહિનામાં દેવ ગુરૂ બૃહસ્પતિ તમારી રાશિમાં વિરાજમાન થશે. તે તમારા માટે શુભ સંકેત છે. ખાસ કરીને 16 મેની તારીખ તમારા માટે શુભ માનવામાં આવે છે. તમને નોકરી-ધંધામાં સારા અવસરોની પ્રાપ્તિ થશે.
વૃષભ (16 મે)
મેષ રાશિમાં ગુરૂ વિરાજમાન રહેવાથી વૃષભ રાશિના જાતકોને પણ લાભ થશે. તમારી શુભ તારીખ પણ 16 મે છે. ગુરૂની ઉચ્ચ શક્તિઓના પ્રભાવથી તમારુ જીવન સ્તર સુધરશે. તમે વ્યાવહારિક રીતે શાંત બનશો.
મિથુન (17 જાન્યુઆરી)
17 જાન્યુઆરીએ શનિ મકરથી કુંભ રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન શનિની દ્રષ્ટિ મિથુન રાશિના ભાગ્યને સુધારશે. તમને તણાવ કે થાકમાંથી મુક્તિ મળશે. કરિયર માટે પણ સારુ રહેશે.
કર્ક (30 ઓગસ્ટ)
વર્ષ 2023માં તમારી તાકાત અને સંકલ્પ લેવાની શક્તિ વધી જશે. જ્યોતિષીઓનું કહેવુ છે કે 30 ઓગસ્ટની તારીખ તમારા માટે સૌથી વધુ લક્કી રહેશે. પારિવારિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખુબ જ લાભકારી છે. કર્ક રાશિના જાતકોને પ્રેમ, કરિયર, હેલ્થ અને ધનમાં લાભ થશે.
સિંહ (7 ફેબ્રુઆરી)
જ્યોતિષીઓનું કહેવુ છે કે પ્રેમ, કરિયર અને રિલેશનશીપની બાબતમાં 7 ફેબ્રુઆરી સિંહ રાશિના લોકો માટે સારી રહેશે, કેમકે ગુરૂ અને બુધ તમને સફળ અને ખુદ પર ભરોસો કરવાનું શીખવશે. આ દરમિયાન શુક્રની સ્થિતિ તમારી કરિયરને નીખારશે.
કન્યા (1 એપ્રિલ)
2023ના વર્ષના છ મહિના પુરા થશે ત્યારે કન્યા રાશિના જાતકો માટે સારા દિવસો આવશે. જ્યોતિષીઓનું કહેવુ છે કે આ રાશિના જાતકો માટે 1 એપ્રિલની તારીખ સૌથી શુભ રહેશે. આ દરમિયાન મંગળ અને બુધ મળીને યાત્રા તેમજ વેપારના અવસર વધારશે.
તુલા (30 ઓક્ટોબર)
વર્ષ 2023 તુલા રાશિ માટે ચઢાવ-ઉતાર વાળી રહેશે. 30 ઓક્ટોબર 2023થી તમારા સારા દિવસો શરૂ થશે. 29 ઓક્ટોબરે ચંદ્રગ્રહણ બાદ તમારા જીવનમાં થોડી શાંતિ આવશે.
વૃશ્વિક (16 નવેમ્બર)
વર્ષ 2023 વૃશ્ચિક રાશિ વાળા માટે શુભ માનવામાં આવે છે. જ્યોતિષીઓનું કહેવુ છે કે વૃશ્ચિક રાશિ ત્રણ સૌથી શુભ રાશિઓમાં સામેલ થશે. આ દરમિયાન તમને તમારી શક્તિઓનો અનુભવ થશે.
ધન (17 જાન્યુઆરી)
વર્ષ 2023 ધન રાશિના લોકો માટે ચેલેન્જીંગ રહેશે. 17 જાન્યુઆરીએ શનિ મકરમાંથી કુંભમા પ્રવેશ કરશે અને તમને ઘણી રાહત મળશે. આ ગોચર તમારી કરિયર માટે ખુબ સારુ હશે. આ ગોચર તમારી પર્સનલ લાઇફ અને સફળતાના દ્રષ્ટિકોણથી સારુ રહેશે.
મકર (23 માર્ચ)
મકર રાશિના જાતકો માટે 23 માર્ચ સૌથી શુભ રહેશે. આ તારીખ તમારા આત્મસન્માનમાં વૃદ્ધિ કરશે, તમારા જુના ભ્રમ તુટશે અને તમે ખુદને પ્રેમ કરશો. આ વર્ષ તમારા માટે શુભ રહેશે.
કુંભ ( 30 ઓક્ટોબર)
નવા વર્ષમાં 30 ઓક્ટોબર કુંભ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે. વર્ષ 2023માં તમારા રસ્તામાં આવતી મુસીબતો જાતે જ સોલ્વ થઇ જશે. આ તારીખ પછી તમારે આગળ વધવા તૈયાર રહેવું પડશે.
મીન (7 માર્ચ)
રાશિચક્રની આખરી રાશિ મીન માટે 7 માર્ચનો સમય શુભ ગણાવવામાં આવી રહ્યો છે. કરિયરના હિસાબે આ તારીખ ખુબ સારી માનવામાં આવે છે. આ તારીખથી તમે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે યોગ્ય દિશામાં કામ કરવાનું શરૂ કરી શકો છો.
આ પણ વાંચોઃ મકરસંક્રાંતિ 2023: જાણો શુભ મુહુર્ત અને તેનુ મહત્ત્વ