માતાની વિદાય બાદ પરિવાર સાથે મુલાકાત કરી પીએમ મોદી ફરી દિલ્હી જવા રવાના થયા
આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિધન બાદ પહેલાં પરિવાર સાથે પછી કર્તવ્ય ફરજ બજાવી હતી. માતાની અંતિમ વિધિ પૂર્ણ કરીને રાજભવન ખાતે પહોંચ્યા અને પોતાના નિર્ધારિત કાર્યક્રમોમાં પશ્ચિમ બંગાળમાં વિકાસ કાર્યો માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.
પોતાના તમામ નિર્ધારિત કાર્યક્રમ બાદ રાજભવન ખાતે રોકાયા હતાં. ત્યાર બાદ તેઓ રાયસણ ખાતે તેમના ભાઈ પંકજભાઈના ઘરે પહોંચ્યા હતાં. અહીં તેમણે પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ફરી તેઓ દિલ્હી જવા રવાના થયા છે. અગાઉ પણ તેમના કાર્યક્રમને અધવચ્ચે મુકીને વડાપ્રધાન મોદી પોતાની માતાની ખબર અંતર જાણવા માટે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાયસણમાં પરિવારજનો સાથે મુલાકાત કરી, દિલ્હી જવા રવાના થયા #pmnarendramodimother #HirabenModi #HIRABA #NarendraModiMother #narendermodi #PMNarendraModi #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/pNniiVabnr
— Hum Dekhenge News (@humdekhengenews) December 30, 2022
હીરાબાની વિદાયથી તેમના વતન વડનગરમાં પણ લોકો શોકાતુર છે. હીરાબાના નિધન બાદ વડનગરમાં પ્રાર્થના સભા યોજવામાં આવશે. રવિવારે સવારે 9થી12 સુધી પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. બેસણું પણ સવારે 9 વાગ્યે વડનગરમાં જ રખાયું છે. ઉપરાંત અન્ય લૌકિક ક્રિયાઓ પણ ત્યાં જ યોજવાનું નક્કી કરાયું હોવાની માહિતી મળી રહી છે.
વડનગરના વેપારીઓ શોક જાહેર કર્યો
માતા હીરાબાના અવસાનથી આખા દેશમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં હીરાબાના મૃત્યુને લઈને શોક જાહેર કરવામાં આવ્યો છે. હીરાબાને શ્રદ્ધાજંલિ આપવા વડનગરના તમામ વેપારીઓને સતત 3 દિવસ પોતાનાં ધંધા રોજગાર સ્વંયભૂ બંધ રાખવા વડનગર વહેપારી એસોસીયેશન દ્વારા કહેવામાં આવ્યુ છે. વડનગર વિસ્તારના વેપારીઓએ શુક્ર, શની અને રવિવાર આ ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રાખી શોક જાહેર કર્યો છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સાથે માત્ર બે જ વખત સ્ટેજ પર જોવા મળ્યા હીરાબા, જાણો ક્યારે બની હતી આ ઘટના