ટ્રેન્ડિંગમનોરંજન

મલાઇકાએ બહેનને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસોઃ અમૃતા થઇ ગઇ શોક્ડ!!!

મલાઇકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરાની વચ્ચે કેવા સંબંધો છે તે આપણે જાણીએ છીએ. બંને ઘણીવખત એક સાથે પાર્ટીઓમાં જોવા મળે છે, પરંતુ ક્યારેક બહારથી દેખાય છે તે અંદર હોતુ નથી. રિયલીટી શો મુવિંગ ઇન વિથ મલાઇકા અરોરામાં બંનેનું ખાટુ-મીઠું બોન્ડિંગ પણ દેખાય છે. ક્યારેક તેઓ લડે, ઝઘડે છે તો ક્યારેક એકબીજાને પ્રેમ પણ કરે છે. જોકે હાલમાં બંને બહેનો વચ્ચે મનભેદો ચાલી રહ્યા છે.

મલાઇકા અરોરાની પહેલી સીઝનનો ફિનાલે એપિસોડ દર્શાવાયો હતો. જ્યાં બંને બહેનો જુની યાદો, કિસ્સાઓને જીવતી દેખાઇ. બધુ સારુ ચાલી રહ્યુ હતા ત્યારે અચાનક વાત ત્યારે બગડી જયારે અમૃતાએ તેની બહેનને પુછ્યુ કે તેણે ફરાહખાન વાળા એપિસોડમાં એવુ કેમ કહ્યુ હતુ કે તેના નજીકના લોકો તેની જિંદગીના નાજુક મોડ પર નિષ્ફળ ગયા. આ વાતનો જવાબ આપતા મલાઇકા ખુબ જ ઇમોશનલ થઇ ગઇ.

મલાઇકાએ બહેનને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસોઃ અમૃતા થઇ ગઇ શોક્ડ!!! Hum dekhenge news

…અને બંને વચ્ચેના સંબંધો બગડ્યા

મલાઇકાએ કહ્યુ જ્યારે એક્સ હસબન્ડ અરબાઝ ખાન સાથે ડિવોર્સની પ્રોસેસ ચાલી રહી હતી ત્યારે અમૃતા તેની સાથે ઉભી ન હતી. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ 2017માં થયા હતા. મલાઇકાએ પોતાના દિલની વાત રજુ કરતા કહ્યુ કે આ મારી જિંદગીનો સૌથી નાજુક સમય હતો. હું મુવ ઓન કરી રહી હતી, જ્યારે મારા ડિવોર્સ થઇ રહ્યા હતા. પર્સનલી અને ઇમોશનલી આ મારી જિંદગીનો ખુબ જ ડાઉન સમય હતો. એ સમય હતો જ્યારે મારે તારી સૌથી વધુ જરૂર હતી. એક બહેનના નાતે મારે તારી જરૂર હતી. મારે કોઇ જજમેન્ટ જોઇતુ ન હતુ. કોઇ કાઉન્સેલિંગ સેશન જોઇતુ ન હતુ. મારે બસ ખાલી તારો સપોર્ટ જોઇતો હતો. હું તને મારી સાથે ઉભેલી જોવા ઇચ્છતી હતી. તુ મને કહેતી કે મલ્લા, પરેશાન ન થા. હું તારી સાથે ઉભી છું. હું તારી સાથે રહીશ, પરંતુ તુ ત્યારે ત્યાં ન હતી. તુ તારા મિત્રો સાથે ટ્રિપમાં ગોવા જતી રહી હતી.

મલાઇકાએ બહેનને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસોઃ અમૃતા થઇ ગઇ શોક્ડ!!! Hum dekhenge news

અમૃતાને કેમ લાગ્યો આંચકો?

મલાઇકાની વાતો સાંભળીને અમૃતાને જોરદાર આંચકો લાગ્યો. તેણે કહ્યું મને ખબર ન હતી કે મારી બહેનના દિલમાં આટલી બધી ફરિયાદો છે. અમૃતાને લાગ્યુ કે તેમણે ઘણી બધી વાતો કરી લેવા જેવી હતી. ફરી વાતચીત આગળ વધે છે. મલાઇકાએ અમૃતા અંગે જણાવ્યુ કે તે માતા, પુત્રી, મિત્ર અને પત્ની તરીકે શાનદાર છે, પરંતુ તે ક્યારે સારી બહેન સાબિત થશે?

મુવિંગ ઇન વિથ મલાઇકાના એપિસોડ્સ જોયા બાદ ફેન્સ મલાઇકાને બહેતર સમજી શકે છે. મલાઇકાને પર્સનલી જાણવાનો મોકો મળે છે. હજુ તો શોની વધુ સીઝન્સ આવવાની છે. તેમાં ફેન્સને અનફિલ્ટર્ડ મલાઇકા જોવા મળશે.

 આ પણ વાંચોઃ રિષભ પંતનો અકસ્માત થતા ક્રિકેટ જગતથી વહેતી થઈ પ્રાર્થનાઓ 

Back to top button