ટ્રેન્ડિંગવર્લ્ડ

હીરાબા નિધન : વિશ્વ નેતા પીએમ મોદીને દુનિયાભરથી મળી શોક શ્રદ્ધાંજલિ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે નાદુરસ્તીના કારણે મૃત્યુ થયુ છે. ત્યારે હીરાબાના અંતિમ વિદાય આપતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થયા છે. માતાના નિધન પર પીએમ મોદી સહિત સમગ્ર દેશ શોકમગ્ન છે ત્યારે દેશભરના નેતાઓ સહિત જાપાન, નેપાળ અને પાકિસ્તાનના પીએમએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી છે.

અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હીરાબાનું આજે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબાના મૃત્યુના સમાચાર સાંભળતા જ સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે. વડાપ્રધાન મોદીએ આ અંગે એક ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે રાજ્યથી લઈને કેન્દ્રીય કક્ષાના દિગ્ગજોએ ટ્વીટ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે અન્ય દેશના વડાપ્રધાનોએ પણ પીએમની માતાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

જાપાનના પીએમએ દુખ વ્યક્ત કર્યુ

KISHIDA-HUM DEKHENGE NEWS
KISHIDA

જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ પીએમ મોદીના માતા હીરાબા નિધન પર શોક વ્યક્ત કર્યો.

આ પણ વાંચો; માતા હીરાબાના જન્મદિવસ પર વડાપ્રધાને ભાવુક બ્લોગ લખ્યો હતો, જાણો શુ કહ્યું હતું

નેપાળના વડાપ્રધાનએ આપી શ્રદ્ધાંજલિ

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યુ હતુ કે તેણીના નિધન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. હીરાબા મોદી, વડાપ્રધાનની પ્રેમાળ  માતા@PMOIndiaદુઃખની આ ઘડીએ હું PM મોદીજી અને પરિવારના સભ્યો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું અને દિવંગત આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરું છું.

પાકિસ્તાનના PM શહેબાઝ શરીફે હીરા બાને આપી શ્રદ્ધાંજલિ

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “માતાને ગુમાવવાથી મોટી ખોટ કોઈ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની માતાના નિધન પર મારી સંવેદના.

Back to top button