ટ્રેન્ડિંગમનોરંજન

TMKOC: ‘ઐયર’ ટૂંક સમયમાં કરશે લગ્ન,’બબીતા’ કરતા પણ વધુ સુંદર છે ભાવિ પત્ની

ટેલિવિઝન જગતના પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં બબીતા ​​જીના પતિનું પાત્ર ભજવનાર ઐયર ભાઈને આખરે તેમની જીવનસંગિની મળી ગઈ છે. ઐયર ભાઈ 42 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

ઐયરભાઈના થશે લગ્ન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રે ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. આ શોની ખાસ વાત એ છે. ત્યારે બબીતા ​​જીના પતિ તરિકે ઐયરભાઈનું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

ઐયરભાઈ-humdekhengenews

વર્ષ 2023માં કરશે લગ્ન

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સાયન્ટિસ્ટ ઐયરભાઈ હવે લગ્ન કરવા જઈ રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેઓ આવતા વર્ષે 2023માં લગ્ન કરશે.

ઐયરભાઈ ભાવિ પત્ની છે ખૂબ જ સુંદર

અત્યાર સુધી તનુજ મહાશબ્દેની ભાવિ પત્ની વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તનુજની મંગેતર હોટનેસના મામલે બબીતા ​​એટ્લે કે મુનમૂન દત્તાને પણ પાછળ છોડે એવી છે. હાલમાં તનુજ મહાશબ્દેએ તેની ભાવિ પત્નીનો ચહેરો કે તેનું નામ ફેંસ સાથે શેર કર્યું નથી. ફેંસને આશા છે કે તેઓ ટૂંક સમયમાં રહસ્ય પરથી પડદો ઉઠાવશે .

ઐયરભાઈ-humdekhengenews

તનુજ મહાશબ્દેનો પરિચય

તનુજ મહાશબ્દે મધ્યપ્રદેશના રહેવાસી છે. તેમનો જન્મ 1980માં થયો હતો. તનુજ અભિનેતા હોવાની સાથે લેખક પણ છે. એક ઈન્ટરવ્યુમાં તારક મહેતાના શોમાં એન્ટ્રી, પડકારો અને અનુભવ વિશે વાત કરતા તનુજે કહ્યું હતું કે આ પડકાર ઘણો મોટો હતો, હું ખૂબ જ ડરી ગયો હતો. હું મરાઠી સંસ્કૃતિનો હતો. હું તમિલ સંસ્કૃતિમાં જવા માંગતો હતો. મને લાગે છે કે મારો રંગ મને સાથ આપી રહ્યો હતો. મારી પાસે બીજું કંઈ નહોતું.

ચાહકોમાં બનાવ્યું સ્થાન

ફેમસ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો માત્ર પોતાનો અલગ ચાહક વર્ગ જ નથી, પરંતુ તેણે સફળતાના ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. આ શોમાં ફક્ત એક પાત્ર જ નહીં પરંતુ દરેક પાત્રનું પોતાનું મહત્વ હોય છે અને દર્શકો પણ તમામ પાત્રોને દિલથી પસંદ કરે છે. આવું જ એક પાત્ર અય્યર એટલે કે તનુજ મહાશબ્દેનું છે તેમણે આ શોમાં દ્વારા ચાહકોમાં પોતાનું આગવુ સ્થાન બનાવી લીધુ છે. તમને જણાવી દઈએ કે શોમાં ‘ક્રિષ્નન સુબ્રમણ્યમ ઐયર’ અને ‘બબીતા ​​જી’ની જોડીને ખૂબ જ પસંદ આવી રહી છે. તનુજે એક શોમાં આ વિશે કહ્યું હતું કે માત્ર અન્ય લોકો જ નહીં પરંતુ હું પણ ઘણી વખત વિશ્વાસ નથી કરી શકતો કે હું આટલી સુંદર અભિનેત્રીના જીવનસાથીનો રોલ કરી રહ્યો છું.

આ પણ વાંચો : શીઝાન ખાનની મુશ્કેલીઓ વધી : ડ્રગ્સ સહિત હિંસા અને ધર્માંતરણના લાગ્યા ગંભીર આરોપો

Back to top button