ટ્રેન્ડિંગનેશનલ

‘ભારત જોડો યાત્રા’માં જોડાશે સ્મૃતિ ઈરાની ? કોંગ્રેસે મોકલ્યું આમંત્રણ

Text To Speech

ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને કોંગ્રેસે ઉતરપ્રદેશમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતાવાળી ‘ભારત જોડો યાત્રા’માં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યુ છે.

કોંગ્રેસ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ એમએલસી દીપક સિંહે કહ્યુ કે તેમણે સ્મૃતિ ઈરાનીના સચિવ નરેશ શર્માને ગૌરીગંજ સ્થિત તેમના કેમ્પ કાર્યાલયમાં આમંત્રણ સોંપ્યુ છે. તેમને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે તમામને આમંત્રણ આપવાનો આદેશ આપ્યો હતો.

Smriti Irani
Smriti Irani

‘ભારત જોડો યાત્રા’માં  નહીં જોડાય ભાજપ

આમંત્રણ વિશે પૂછવા મુદ્દે ભાજપના જિલ્લાધ્યક્ષ દુર્ગેશ ત્રિપાઠીએ કહ્યું કે અમેઠીના સાંસદ કે પાર્ટીના કોઈ અન્ય કાર્યકર્તાનો યાત્રામાં સામેલ થવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. દુર્ગેશ ત્રિપાઠી કહે છે કે ભાજપ હંમેશા અખંડ ભારતના માર્ગે કામ કરે છે. ભારત ક્યારેય તૂટ્યુ નથી તો આને જોડવાની વાત ક્યાંથી આવી તે તેમને ખબર નથી.

ઉત્તર પ્રદેશમાં 3 જાન્યુઆરીથી ભારત જોડો યાત્રા

ભારત જોડો યાત્રા 3 જાન્યુઆરીએ ગાઝિયાબાદથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. ભારત જોડો યાત્રા યુપીની સરહદની અંદર 5 દિવસ રહેશે જે માટે પ્રદેશ કોંગ્રેસ કમિટી ખાસ તૈયારીઓ કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસના મીડિયા સંયોજક લલન કુમારે જણાવ્યુ કે પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ભારત જોડો યાત્રાનો રૂટ મેપ જાહેર કરી દીધો છે.

સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા હતા

સ્મૃતિ ઈરાનીએ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીથી હરાવ્યા હતા. સ્મૃતિ ઈરાની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 55,120 મતથી હરાવવામાં સફળ રહ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાની હાર બાદ સ્મૃતિ ઈરાની આગામી પાંચ વર્ષોમાં પોતાની લોકપ્રિયતા વધારવામાં સફળ રહ્યા હતા.

Back to top button