ટ્રેન્ડિંગમનોરંજન

PM મોદીના માતાના નિધન પર બોલિવૂડમાં શોકની લાગણી, કંગનાથી લઇને અનુપમ ખેર સહિતના સ્ટાર્સે દુ :ખ વ્યક્ત કર્યું

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું નિધન થયું છે ત્યારે હીરાબાના મૃત્યુના સમાચાર પ્રસરતા રાજકીય વર્તુળ સહિત બોલિવૂડ જગતમાં પણ શોકની લાગણી જોવા મળી હતી. પીએમ મોદીની માતાના નિધન પર કેટલાક બોલિવૂડ સ્ટારે ટ્વિટ કરીને દુ :ખ વ્યક્ત કર્યું હતું અને ભાવભિની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના હીરાબાના નિધનના સમાચાર પ્રસરતા આજે અનેક લોકો હીરાબાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડના દિગ્ગજ એક્ટરો કંગના રનૌત, અક્ષય કુમાર, વિવેક અગ્નિહોત્રી, અનુપમ ખેર, રવિ કિશન, અજય દેવગન જેવા સ્ટારે શોક વ્યક્ત કર્યો હતો.

હીરાબા અવસાન -humdekhengenews

કંગના રનૌતે પણ શોક વ્યક્ત કર્યો

પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર કંગના રનૌતે પણ શોક વ્યક્ત કર્યો છે. કંગનાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર પીએમ મોદી અને તેમની માતા હીરા બાની તસવીર મૂકી છે. તસવીર શેર કરતા કંગનાએ લખ્યું, ‘ઈશ્વર આ મુશ્કેલ સમયમાં વડાપ્રધાનને ધીરજ અને શાંતિ આપે, ઓમ શાંતિ.’

અનુપમ ખેરે ટ્વીટ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કરતાં બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે ટ્વીટ કર્યું કે- ‘આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમારી માતા હીરાબાના અવસાન વિશે સાંભળીને દુઃખી અને વ્યથિત થયો છું. તેમના માટે તમારો પ્રેમ અને આદર જગ જાહેર છે. તમારા જીવનમાં તેમનું સ્થાન કોઈ લઈ શકશે નહીં! પણ તમે તો ભારત માતાના પુત્ર છો! દેશની દરેક માતાના આશીર્વાદ તમારા પર છે મારી માતાના પણ!’

વિવેક અગ્નિહોત્રીએ કર્યું ટ્વિટ

વિવેક અગ્નિહોત્રીએ પણ હીરાબાના નિધન અંગે ટ્વિટ કર્યું કે ‘તમારી પ્રિય માતાના નિધન પર પીએમ મોદી તમારી સાથે મારી સંવેદનાઓ છે. ભારત માતાના સપૂત માતાનું કર્મયોગી જીવન આપણને સૌને પ્રેરણા આપતું રહેશે. ઓમ શાંતિ અને શત શત વંદન.

અક્ષય કુમારે પણ કર્યું ટ્વિટ

સુપરસ્ટાર અક્ષય કુમારે પણ ટ્વિટ કર્યું છે કે માતાને ગૂમાવવાથી મોટું કોઈ દુઃખ નથી. વડાપ્રધાન મોદી ભગવાન તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

સોનુ સૂદે પણ દુ :ખ વ્યક્ત કર્યું

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિધન પર વડાપ્રધાનના ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું, ‘આદરણીય મોદીજી, માતા ક્યાંય નથી જતી, પરંતુ ક્યારેક ભગવાનના ચરણોમાં જઇને એટલા બેસી જાય છે કારણ કે તેનો પુત્ર બીજા માટે વધુ સારા કામ કરી શકે. મા હંમેશા તમારી સાથે હતા અને તમારી સાથે રહેશે. ઓમ શાંતિ.’

કોમેડિયન કપિલ શર્માએ પણ શોક વ્યક્ત કર્યો

કોમેડિયન કપિલ શર્માએ પણ પીએમ મોદીની માતા હીરાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતુ કે ‘આદરણીય નરેન્દ્ર મોદીજી, એક માતાનું દુનિયા છોડીને જવું ખૂબ જ દુઃખદાયક છે. તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. ભગવાન માતાજીને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.’

હેમા માલિનીએ ટ્વીટ કર્યું

હેમા માલિનીએ ટ્વીટ કરી લખ્યું કે, ‘વર્ષના અંતમાં દુઃખદ ખોટ છે. મોદીજીના પ્રિય અને અત્યંત આદરણીય માતા હીરાબેનજીનું નિધન થયું છે. રાષ્ટ્ર આ અનુકરણીય માતાના શોકમાં તેના પુત્ર સાથે જોડાય છે, જેણે એક પ્રખ્યાત પુત્ર હોવા છતાં, સંયમી જીવન જીવવાનો દાખલો બેસાડ્યો.’

અજય દેવગને ટ્વીટ કર્યું

અજય દેવગને ટ્વીટ કરી લખ્યું કે, હીરાબાના નિધન પર મારી હૃદયપૂર્વકની સંવેદના, હીરાબેન મોદી એક સરળ, સિદ્ધાંતવાદી મહિલા હતા તેમણે આપણા પીએમ નરેન્દ્ર મોદીજી જેવા એક સારા પુત્રનો ઉછેર કર્યો. પીએમ મોદી અને તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ

આ પણ વાંચો : માતા હીરાબાના જન્મદિવસ પર વડાપ્રધાને ભાવુક બ્લોગ લખ્યો હતો, જાણો શુ કહ્યું હતું

Back to top button