વડનગરના વેપારીઓ બંધ પાળીને હીરાબાને શ્રધાંજલિ આપશે
વડાપ્રધાન મોદીના માતા હિરાબાનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં આજે વહેલી સવારે 3.30 કલાકે અવસાન થયું છે. ત્યારે દેશના વડાપ્રધનના અમદાવાદ ખાતે પહોચ્યાં હતા ને માતાના અંતિમ સંસ્કારની વીધિ પતાવી રાજભવન જવા નિકળી ગયા છે. માતા હીરાબાના અવસાનથી આખો દેશ શોકમગ્ન છે, ત્યારે પીએમ મોદીએ બાળપણ જ્યાં વિતાવ્યુ તે વડનગરમાં હીરાબાના મૃત્યુને લઈને શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વડનગરના તમામ વેપારીઓને સતત 3 દિવસ પોતાનાં ધંધા રોજગાર સ્વંયભૂ બંધ રાખવા વડનગર વહેપારી એસોસીયેશન દ્વારા કહેવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: યાદોમાં હીરા બા, માતા સાથે PM મોદીના યાદગાર સંસ્મરણો
વડનગરમાં ધંધા રોજગાર બંધ
આજે વહેલી સવારે પીએમ મોદીના માતા હીરાબાનું શતાયુ વર્ષની વયે નિધન થયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જ્યાં વહેલી સવારે હીરાબાએ એકાએક પ્રાણ ત્યાગ કરી દીધા હતા. જે બાદ હીરાબાના મૃત્યુથી દેશ આખો શોકમાં છે. ત્યારે પીએમનો પરીવાર પહેલા જ્યાં રહેતો હતો તે વડનગર વિસ્તારના વેપારીઓ હીરાબાના નિધન પર શુક્ર, શની અને રવિવાર આ ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રાખી શોક જાહેર કર્યો છે.
હિરાબાનું વહેલી સવારે અવસાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં આજે વહેલી સવારે 3.30 કલાકે અવસાન થયું છે. વડાપ્રધાનએ ટ્વિટ સંદેશામાં જણાવ્યું છે કે, હિરાબા 100 વર્ષના હતા અને મુલ્યો માટે સમર્પિત તેમજ નિસ્વાર્થ કર્મયોગી હતા. પોતાની માતાના 100માં જન્મ દિવસની મુલાકાતને યાદ કરીને વડાપ્રધાનએ જણાવ્યું છે કે, તેઓ હંમેશા પવિત્રતા સાથે જીવન જીવવા અને પૂર્ણ બૌદ્ધિક ક્ષમતાથી કામ કરવા હંમેશા પ્રોત્સાહન આપતા હતા.