જ્યારે વિદેશમાં માતાના સંઘર્ષને યાદ કરી રડી પડ્યા હતા વડાપ્રધાન મોદી, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું છે ત્યારે મોદી પરિવારની સાથે આ દુ:ખના સમયમાં સમગ્ર દેશના લોકોએ પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. નરેન્દ્ર મોદીનો માતા હીરા બા સાથે વિશેષ સંબંધ હતો, આ પરિણામે જ જ્યારે પણ માતાની વાત આવતી ત્યારે તેઓ ભાવુક થઈ જતાં હતા.
આ પણ વાંચો : યાદોમાં હીરા બા, માતા સાથે PM મોદીના યાદગાર સંસ્મરણો
આ પ્રકારની જ ઘટના વિદેશમાં પણ બની હતી જ્યારે એક કાર્યક્રમમાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે વડાપ્રધાન મોદીને કંઈક સવાલ કર્યો, તો તેમની સાથે વાતચીત કરતા પોતાની માતા સાથે જોડાયેલ સવાલના જવાબમાં મોદી એટલા ભાવૂક થઈ ગયા કે, સ્ટેજ પર રડવા લાગ્યા હતા.
ભાવુક થઈ પોતાની વાત રજુ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા પિતાજીના નિધન બાદ અમે નાના હતા, ત્યારથી અમારુ ભરણપોષણ કરવા માટે મા બાજૂના ઘરોમાં વાસણ સાફ કરવા, પાણી ભરવા, મજૂરી કરવા જતી હતી. આપ કલ્પના કરી શકો છો કે, એક માએ પોતાના બાળકોને મોટા કરવા માટે કેટલું કષ્ટ વેઠ્યું હશે. જેની સાથે જ માતા-પુત્રનો અતૂટ સંબંધ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા જૂનમાં જ 100 વર્ષના થયા હતા. હીરાબાના 100માં જન્મદિવસ પર પીએમ મોદી ગાંધીનગર તેમને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન માતાના આશીર્વાદ પણ લીધા હતા અને તેમની પૂજા અર્ચના પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતા પર ચરણસ્પર્શ કરી ભેટમાં શાલ આપી હતી.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સાથે માત્ર બે જ વખત સ્ટેજ પર જોવા મળ્યા હીરાબા, જાણો ક્યારે બની હતી આ ઘટના