માં તે માં… માતા અંતિમ દર્શને જ્યારે વડાપ્રધાન મોદી પહોંચ્યા ત્યારે તેઓ ભાવુક જોવા મળ્યા હતા. નરેન્દ્ર મોદીના માતા હીરા બા સાથે સંબંધ હંમેશા લાગણીસભર રહ્યા છે. માતા સાથે ક્યારેય પણ જાહેર મંચ પર વડાપ્રધાન મોદી જોવા મળ્યા નથી પણ માત્ર બે વાર બન્યું છે જ્યારે તેઓ મારી સાથે કોઈ જાહેર કાર્યક્રમમાં આવ્યા હોય.
વડાપ્રધાન મોદીએ જ અગાઉ પોતાની માતા સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અગાઉ શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવીને તેઓ પરત ફર્યા હતા ત્યારે ત્યારે અમદાવાદમાં યોજાયેલા નાગરિક સન્માન કાર્યક્રમમાં મારી માતાએ મંચ પર આવીને મારા ઓવારણા લીધા હતા. આ સમયે તેમની માતા તેમના માટે ઘણાં જ ચિંતિત થયા હતા જેથી તેમની માતા તાત્કાલિક તેમને મળવા માટે પહોંચ્યા હતા. પીએમએ એમ પણ કહ્યું હતું કે, જ્યારે તેઓ શ્રીનગર હતા ત્યારે તેમને બે લોકોનો ફોન આવ્યો. એક ફોન અક્ષરધામ મંદિરના આદરણીય વડા સ્વામીજીનો હતો અને બીજો મારી માતાનો હતો. મારી સ્થિતિ જાણીને માતાને થોડો સંતોષ થયો.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના માતાના નિધન પર અનેક નેતાઓએ કર્યું ટ્વિટ અને પાઠવી શ્રદ્ધાંજલિ
આ પછી બીજી વખત તેઓ જાહેરમાં વડાપ્રધાન મોદીએ પહેલીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે તેમની સાથે હાજર રહ્યા હતા.. 20 વર્ષ પહેલાનો એ શપથ ગ્રહણ સમારોહ છેલ્લો સમારોહ છે જ્યારે માતા મારી સાથે ક્યાંય પણ જાહેરમાં હાજર હોય. આ પછી તે ક્યારેય મારી સાથે કોઈ કાર્યક્રમમાં આવ્યા નથી. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ જ્યારે શપથ ગ્રહણ કર્યા ત્યારે પણ તેઓ હાજર રહ્યા ન હતા.
જ્યારે જ્યારે જાહેરમાં આવતા માતા હીરાબાના ચહેરા પર ગર્વની લાગણી જોવા મળતી હતી. નોટબંધી હોય કે પછી ચૂંટણી સમયે વડાપ્રધાન મોદીના માતા હોવા છતા એક સામાન્ય નાગરીકની જેમ કોઇ વધારાની સુવિધા કે રૂઆબ બતાવ્યા વગર સાદગીથી આવતા. માતા હીરાબાની સાદગી ઉડીને આંખે વળગે તેવી હતી. વડાપ્રધાન મોદી નિર્ણય લેવાની ક્ષમતા માતા હીરાબા પાસેથી મેળવી હતી.
આ પણ વાંચો : PM મોદીએ માતા હીરાબાના પગ ધોઈ પાણી માથે ચડાવ્યું, લાડુ ખવડાવી માતાને ભેટમાં શાલ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા
ઘણી વખત માતા કહેતા, જુઓ ભાઈ, જનતાના આશીર્વાદ તમારી સાથે છે, ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે, તમને ક્યારેય કંઈ થશે નહીં.તમારા શરીરને હંમેશા સારું રાખો, તમારી જાતને સ્વસ્થ રાખો કારણ કે જો શરીર સારું હશે તો જ તમે સારું કામ કરી શકશો.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીને નહીં પણ તેમની માતાને મળવા માટે 4 કલાક સુધી રાહ જોતી રહી બાળકી, જાણો શું છે કારણ ?