ગુજરાત

અમદાવાદ : એસઓજીની મોટી કાર્યવાહી, રૂ. 29 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

Text To Speech

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યુંય હતું. હાલ ક્રિસમસ વેકેશન ચાલી રહ્યું છે અને ન્યુ યરની ઉજવણીનો માહોલ હોય છે, ત્યારે યુવાઓ ડ્રગ્સનું સેવન કરતા હોય છે, જેથી અસામાજિક તત્વો દ્વારા હાલના દિવસોમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે. જેથી SOGએ સિંધુ ભવન રોડ પરથી રૂ. 29 લાખનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. SOGએ સિંધુ ભવન રોડ પરથી ઇરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામત અલીખાન નાગોરી પાલનપુરની ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂ. 29 લાખનું 296 ગ્રામ જેટલું MD ડ્રગ્સ પકડી પાડ્યું છે.SOGS બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

આ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ MD ડ્રગ્સની ડિલિવરી કરવા જ આવ્યા હતા. આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ ડ્રગ્સની ડિલિવરી માટે એક કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જે વ્યક્તિ સાથે ડિલ થાય તેના ભળતા નામ કે અન્ય પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જેથી કોઈ ત્રાહિત વ્યક્તિ બોગસ બનીને તેમનો માલ ન પડાવી શકે અને ડીલ કરનારી વ્યક્તિના હાથમાં જ આ ડ્રગ્સ આપતા હતા. આરોપીઓ અત્યાર સુધીમાં છેલ્લા છ માસમાં ત્રણ વાર અમદાવાદ આવી MD ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યા છે. બંને આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી ઇરફાન ઉર્ફે પોપટ અગાઉ મર્ડરના ગુનામાં દોઢેક વર્ષ પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો હતો અને તેની સામે મારામારી અને ધમકી આપવાનો પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો : CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર, જુઓ સંપૂર્ણ ટાઈમ ટેબલ

Back to top button