ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા તાલુકા પંચાયતે સખી મંડળને દબાણની નોટિસ આપતાં વિવાદ

  •  ચાર સખી મંડળને નોટિસ: અન્ય દબાણદારો નોટિસ નહીં
  • રાજ્ય સરકારના હુકમ સામે તાલુકા વિકાસ અધિકારીને વાંધો પડ્યો

પાલનપુર : ડીસા તાલુકા પંચાયત પાસે સખી મંડળ દ્વારા ફાળવેલી જમીનમાં રોજગારી રળી રહ્યા છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારીને વાંધો પડતા નોટિસ પાઠવી ખુલાસો માંગતા સખી મંડળના સંચાલકોમાં રોષ ફેલાયો છે.રાજ્ય સરકારે 2014 મા મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળની બહેનો પગભર થાય તે હેતુથી સરકારી કચેરીઓ પાસેની જમીનમાં કોમ્પ્યુટર જોબવર્ક, આવક જાતિના દાખલા, યોજનાકીય અરજી ફોર્મ, ઝેરોક્ષ, મશીન જેવા વ્યવસાય કરી શકે તે માટે જગ્યા ફાળવવા માટે જાહેરાત પાડેલ અને જે અંતર્ગત ડીસા તાલુકા પંચાયતમાં 2015 ની સાલ મા સખી મંડળોએ રોજગારી માટે જિલ્લા ગ્રામ એજન્સી નિયામક આદેશ મુજબ ડીસા તાલુકા વિકાસ અધિકારીએ મંજુર આપેલ અને બાદમાં જગ્યા ફાળવેલ.

જે જમીનમાં હાલ સખી મંડળ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. જોકે તેમની આડ મા કેટલાક દબાણદારો પણ ચા નાસ્તા, અને અરજીઓ લખવાના બહાને અડિગો જમાવી બેઠા છે.તેમને જે દબાણો દૂર કરવામાં નિષ્ફ્ળ ગયેલ તાલુકા વિકાસ અધિકારી સખી મંડળોને નોટિસ આપી રોફ જમાવ્યો હતો.. ગત 26 ડિસેમ્બરએ તાલુકા વિકાસ અધિકારીએ શ્રદ્ધા સખી મંડળ, હિંગળાજ સખી મંડળ, આદર્શ સખી મંડળ, અને દેવલ સખી મંડળને નોટિસ આપી 48 કલાક માં ખુલાસો કરવા અન્યથા દબાણ ગણી દૂર કરવાની ચીમકી આપી હતી. જોકે નોટિસ મળતા જ સખી મંડળની બહેનો દોડતી થઈ હતી. અને કાયદેસર હોવા છતાં નોટિસ મળતા ચોકી ઉઠી હતી.

નોટિસ -humdekhengenews

અગાઉ તારીખ 23 ડિસેમ્બરએ દબાણો દૂર કરવા તાલુકા પંચાયત બોર્ડમાં ચર્ચા થઈ હતી. જેમાં કેટલાક ચૂંટાયેલા બોર્ડ નાં સદસ્યોએ વિરોધ કરતા દબાણો દૂર ન કરવા ઠરાવ થયો હતો. જોકે દબાણો બાબતે તાલુકા વિકાસ અધિકારી ને સત્તા હોવા છતાં બોર્ડમાં મુદ્દો લઈને દબાણદૂર ન કરવા બોર્ડના સભ્યોનો સહારો લીધો હતો. ત્યારે હવે દબાણદારો ની જગ્યાએ સખી મંડળને નોટિસ આપી કનડગત શરૂ કરી છે.

સરકારના વિરુદ્ધમાં ટીડીઓ પડ્યા

રાજ્ય સરકારે સખી મંડળો ને પગભર થવા સરકારી કમ્પાઉન્ડ મા જગ્યા ફાળવી છે. જે કાયદેસર હોવા છતાં જરૂરી કાગળો ચકાસવાની જગ્યાએ નોટિસ આપતાં સરકાર વિરુદ્ધમાં તાલુકા વિકાસ અધિકારી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય દબાણદારોને એકપણ નોટિસ નહીં

તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં અનેક દબાણદારો છે. અને તેમને હટાવવા કોઈજ નોટિસ નથી અપાઈ, માત્ર સખી મંડળને જ ટાર્ગેટ કેમ અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો : MD ડ્રગ્સનો મામલો : પાલનપુરના બે શખ્સોના ઘરે સર્ચ ઓપરેશન

Back to top button