ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ICC T20 પ્લેયર ઓફ ધ યર માટે ભારતીય ટીમનો આ ખેલાડી શોર્ટલિસ્ટ

Text To Speech

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2022ના વાર્ષિક પુરસ્કાર માટે ખેલાડીઓના નામોને શોર્ટલિસ્ટ કર્યા છે. જેમાં ભારતના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવની ટી20માં પસંદગી કરવામાં આવી છે. તેના સિવાય અન્ય ત્રણ ખેલાડીઓને પણ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક પણ ભારતીય ખેલાડીને વનડેમાં સ્થાન મળ્યું નથી. બંને ફોર્મેટમાં પાકિસ્તાનનો એક-એક ખેલાડી છે. ત્યારે તાજેતરમાં સૂર્યકુમારને શ્રીલંકા સામેની સિરીઝને લઈને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આજે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટર ઓફ ધ યર 2022 એવોર્ડ માટે નામાંકિત કર્યો છે.

ક્રિકેટર ઓફ ધ યર 2022ની લીસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી

સૂર્યકુમાર યાદવ ઉપરાંત ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, ઈંગ્લેન્ડના સેમ કરન અને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પ્લેયર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. તે જ સમયે, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની સાથે ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપનું નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. બંને ફોર્મેટમાં એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થનાર સિકંદર રઝા એકમાત્ર ખેલાડી છે.

સૂર્યકુમાર યાદવ-HUM DEKHENGE NEWS
T20 પ્લેયર ઓફ ધ યર 2022

આ પણ વાંચો: શ્રીલંકા સામેની સીરિઝમાં ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન બનતા ભાવુક થયો આ સ્ટાર ખેલાડી, કહ્યું..

T20માં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન શાનદાર પ્રદર્શન

સૂર્યકુમારે 2022માં 31 T20 મેચમાં 1164 રન બનાવ્યા હતા. તેના માટે આ એક શાનદાર વર્ષ રહ્યું છે. એક વર્ષમાં એક હજારથી વધુ રન બનાવનાર તે માત્ર બીજો બેટ્સમેન છે. તે આ વર્ષે T20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેનો સ્ટ્રાઈક રેટ 187.43 હતો. સૂર્યકુમારે આ વર્ષે સૌથી વધુ 68 સિક્સ પણ ફટકારી છે. આ દરમિયાન તેણે બે સદી અને નવ અડધી સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ દરમિયાન સૂર્યકુમાર યાદવે છ ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 59.75ની એવરેજ અને 189.68ની સ્ટ્રાઈક રેટથી 239 રન બનાવ્યા. આ વર્ષે, સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારી અને ICC T20 રેન્કિંગમાં નંબર વન સ્થાન પર પણ પહોંચી ગયો.

Back to top button