બનાસકાંઠા: પોલીસ એકશન મોડમાં થર્ટી ફર્સ્ટને લઈ બોર્ડર પર હાથ ધરાયું વાહનોનું ચેકિંગ
પાલનપુર: થર્ટી ફર્સ્ટને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતી પ્રવાસીઓનું પસંગીનું હીલ સ્ટેશન માઉન્ટ આબુ આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમી ઉઠે છે. ત્યારે થર્ટી ફર્સ્ટને લઈને રાજસ્થાનથી ગુજરાતમાં આ દિવસો દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી પણ વધી જાય છે. જેને લઈને બનાસકાંઠા પોલીસ એકશનમાં આવી છે. અને હેરાફેરી ઉપર નિયંત્રણ આવે તે માટે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ, ગુંદરી, ખોડા અને અંબાજી ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા આવતા-જતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
રાજસ્થાનથી આવતા-જતા વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ
પોલીસની ટીમ દ્વારા દિવસ રાત 24 કલાક વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ બોર્ડર ચેકપોસ્ટ ભરતી અનેક વાહનોમાં અલગ અલગ યુક્તિઓ વાપરીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારુ ઘુસાડતા પકડાયો હતો. ત્યારે થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે નશો કરીને આવતા લોકોને પણ બ્રેથ એનેલાઈઝર દ્વારા તપાસીને પછી પ્રવેશ કરવામાં
દેવામાં આવે છે.
ધાનેરા બસમાંથી દારૂ ઝડપાયો
ધાનેરા થી અમદાવાદ ઉપડતી વોલ્વો બસમાં કોઈ મુસાફર ડેકીમાં સામાન મૂકીને બેઠા હતા. ત્યારે ડેકીમાંથી પ્રવાહી ટપકતું હતું. તેવું ડ્રાઇવરને ધ્યાને આવતા ડ્રાઇવરે ડેકી ખોલીને તપાસ કરતા દારું મળી આવ્યો હતો. જેથી બસમાં બેઠેલા તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન બે મુસાફરો ઉતરીને નાસી છૂટ્યા હતા.
જ્યારે ડીકીમાં તપાસ કરતા ત્રણ થેલામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી વોલ્વો બસને પોલીસ મથકે લાવવામાં આવી હતી. વોલ્વો બસમાંથી કુલ રૂપિયા ₹15,366 ની ૪૪ દારૂ ની બોટલ મળી આવતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો :અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટરોને રેગિંગ કરવું ભારે પડ્યું