ગુજરાતટોપ ન્યૂઝ

હાલોલની યુવતીને મોડાસાના પતિએ વોટ્સએપ પર વોઇસ રેકોર્ડિંગ મોકલીને તલાક આપ્યાં!

Text To Speech

ગોધરાઃ હાલોલની યુવતીના લગ્ન મોડાસામાં રહેતાં મોઇદ્દીન સમસુદ્દીન લુહાર સાથે થયા હતા. ત્યારે પરીણીતાને પતિ સહિત સાસુ-સસરા અને નણંદ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. ત્યારે તેને શારીરિક-માનસિક ત્રાસ આપીને કાઢી મૂકી હતી.

વોટ્સએપ પર મેસેજ કરી તલાક આપ્યાં
પરિણીતા તથા અન્યના મોબાઇલના વોટસએપમાં તેના પતિએ વોઇસ મેસેજ રેકોડીંગ કરીને તલ્લાક કહેતા પરીણીતાના પગ નીચે જમીન ખસી ગઇ હતી. પરીણીતાના પતિ મોઇનુદ્દીન લુહારે વોઇસ મેસેજમાં રેકોર્ડીંગ કરી કહ્યું હતું કે, ‘મે તેરો કો પાગલો કી તરહ ફોન કર રહ્યા હું તું ઉઠા નહિ રહી હેં ઓર મેસેજ કા જવાબ નહી દે રહી હૈ, મેરી બાત કાન ખોલ કે સુન લે મે તે તેરો કે આજ સે તલ્લાક દે રહા હું ત્રિપલ તલ્લાક કહ્યુ હતુ ઓર તુમ્હારા સામાન આકે લે જાના , અબ મેસેજ ઓર ફોન ભી મત કરના ઠીક હેં’ તેવો મેસેજ કરવામાં આવ્યો હતો.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
પરીણીતાએ હાલોલ પોલીસ મથકે સાસરીયામાંથી પહેરે કપડે કાઢી મૂકીને વોટસઅપના માધ્યમથી વોઇસ રેકોડીંગ મોકલી તલાક આપ્યા છે. તે મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button