ટોપ ન્યૂઝનેશનલ

ચૂંટણી પંચના આ પ્લાનથી બદલાઈ જશે વોટિંગ સિસ્ટમ, સ્થળાંતર કરતા મતદારો કોઈપણ જગ્યાએથી કરી શકશે મતદાન

Text To Speech

ચૂંટણી પંચ પ્રવાસી મતદારો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચે રિમોટ વોટિંગ મશીન (RVM)નામનું નવું મશીન તૈયાર કર્યું છે,  તેની મદદથી સ્થળાંતરિત મતદારોએ મતદાન કરવા માટે તેમના  વતન જવાની જરૂર નહીં રહે. મતદારો ગમે ત્યાંથી મતદાન કરી શકશે.

16 જાન્યુઆરીએ રાજકીય પક્ષોની સામે ટેસ્ટિંગ કરવામાં આવશે

ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને આ મશીન એટલે કે પ્રોટોટાઈપ આરવીએમના પરીક્ષણ માટે બોલાવ્યા છે. 16 જાન્યુઆરી 2023 ના રોજ ચૂંટણી પંચ 8 રાષ્ટ્રીય પક્ષો અને 57 રાજ્ય સ્તરીય પક્ષોને RVM કેવી રીતે કાર્ય કરશે તે વિશે જણાવશે. આ અવસરે ચૂંટણી પંચની ટેકનિકલ ટીમ અને નિષ્ણાતો પણ ત્યાં હાજર રહેશે, જેઓ તેની ટેક્નોલોજી વિશે જણાવશે. ડેમો જોયા બાદ કોઈપણ રાજકીય પાર્ટીને શંકા હોય તો 31 જાન્યુઆરી સુધીમાં ચૂંટણી પંચને પોતાના સૂચનો મોકલી શકશે. કમિશનના જણાવ્યા અનુસાર તમામ રાજકીય પક્ષોના સૂચનોના આધારે આરવીએમમાંથી વોટિંગની પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે.

આ મશીનથી શુ થશે ફાયદા ? 

જો આ વોટિંગ સિસ્ટમને લીલી ઝંડી મળી જશે તો સ્થળાંતર કરનારા લોકો એટલે કે અન્ય શહેરો કે રાજ્યોમાં ઘરથી દૂર રહેતા લોકોને  મતદાનનું ટેન્શન નહી રહે. તેઓ ત્યાં પહોંચ્યા વિના તેમના નિવાસ સ્થાનેથી મતદાન કરી શકશે. ઘણી વખત લોકો અભ્યાસ અને નોકરી માટે બીજા શહેરોમાં જાય છે અને પછી ચૂંટણી દરમિયાન ત્યાંથી તેમના ઘર સુધી પહોંચવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારથી વંચિત રહી જતા હોય છે. ત્યારે આ વોટિંગ મશીનથી પ્રવાસી મતદારોને મતદાન માટે પોતાના ગૃહ રાજ્ય કે શહેરમાં જવાની જરૂર નહીં પડે તેઓ કોઈપણ જગ્યાએથી મતદાન કરી શકેશે. જેથી સ્થળાંતર કરતા મતદારોને મતદાન માટે વતન જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ મશીન દ્વારા એક રિમોટ પોલિંગ બૂથથી 72 અલગ-અલગ બૂથ પર મતદાન કરાવી શકે છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ 2020 થી 113 વખત સુરક્ષા નિયમો તોડ્યા : CRPFએ ગૃહ મંત્રાલયને આપ્યો જવાબ

Back to top button