ટ્રેન્ડિંગમનોરંજનલાઈફસ્ટાઈલ

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતની રાધિકા મર્ચન્ટ સાથે થઇ સગાઇઃ પહેલી તસવીર આવી

Text To Speech

અંબાણી પરિવારમાં હાલમાં સેલિબ્રેશનનો માહોલ છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઇ થઇ ચુકી છે. બંને ખુબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાશે. કપલની સગાઇની પહેલી તસવીર સામે આવી છે. તેમની આ સેરેમની રાજસ્થાન સ્થિત શ્રીનાથજી મંદિરમાં થઇ છે.

અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તેની હજુ વધુ જાણકારી સામે આવી નથી. અનંત અને રાધિકા વર્ષોથી એકબીજાને ઓળખે છે. રાધિકા અંબાણી ફેમિલિના દરેક ફંકશનમાં જોવા મળે છે. રાધિકા ખુબ જ જલ્દી અંબાણી પરિવારની નાની વહુ પણ બની જશે.

કોણ છે રાધિકા મર્ચન્ટ?

રાધિકા, વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. વિરેન એનકોર હેલ્થકેરના સીઇઓ છે. રાધિકાના પિતા વિરેન ભારતના આમીર વ્યક્તિઓમાં ગણાય છે. રાધિકાએ તેનુ સ્કુલિંગ મુંબઇમાં કર્યુ છે. ત્યારબાદ તે અભ્યાસ માટે ન્યુયોર્ક ગઇ હતી. ત્યાં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો. ગ્રેજ્યુએશન પુરૂ કર્યા બાદ 2017માં તેણે ઇસપ્રાવા ટીમને એક સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે જોઇન કરી. તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વીમીંગ કરવુ પસંદ છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે.

ક્લાસિકલ ડાન્સર છે રાધિકા

રાધિકા એક ટ્રેઇન્ડ ઇંડિયન ક્લાસિકલ ડાન્સર છે. જુન 2022માં અંબાણી પરિવારે પોતાની ભાવિ વહુ માટે આરંગેત્રમ સેરેમની હોસ્ટ કરી હતી. તેમાં બોલિવુડના ઘણા સ્ટાર પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદ ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે, જાણો તેની ટિકિટ અને પ્રવેશ માટે ના નિયમો

Back to top button