સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને SMCના દરોડા, દારૂની ભઠ્ઠીઓ પર બોલાવી તવાઈ
ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર જ હોય તેમ અનેક જગ્યાએ દારુની રેલમછેલ થતી હોય છે. અનેક જગ્યાએ દેશીદારુની ભઠ્ઠીઓ હાલ પણ ધમધમી રહી છે. ગુજરાતના કથિત બોટાદ લઠ્ઠા કાંડ બાદ અનેક જગ્યાએથી દેશી દારુની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી દેવામાં આવી હતી, ત્યારે કેટલીક જગ્યાએ પોલીસની રહેમ નજર હેઠળ આ દારુનો કાળો કારોબાર થતો હોવાનુ પણ સામે આવ્યું હતું. ત્યારે આજે સુરતમાંથી દેશી દારુની ભઠ્ઠીઓ ઝડપાઈ છે.
સુરતમાં દેશી દારુની ભઠ્ઠીઓ ઝડપાઈ
સુરતમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારુની ભઠ્ઠીઓ પર દરોડા પાળવામાં આવ્યા હતા.જેમાં લાખો રૂપિયાનો દારુનો જથ્થો ઝડપાયો હોવાનુ સામે આવ્યુ છે. આ મામલે પા્રાપ્ત વિગતો અનુસાર સુરતના ડીપલી ગામમાં ખાડીના કિનારે દારુની ભઠ્ઠીઓ પર રેડ પાડવામાં આવી હતી. આ રેડ પાડતા SMCને અહીથી દેશીદારૂ બનાવતા ડ્રમમાં મોટા પ્રમાણ દારુનો જથ્થો મળી આવ્યો હતો.
6 લોકોની કરાઈ ધરપકડ
સુરતના ડીપલી ગામમાં ખાડીના કિનારે ધમધમી રહેલી દેશી દારુની ભઠ્ઠીઓ પર SMCએ દરોડા પાડ્યા હતા. અને અહીથી 1 લાખ 57 હજાર રૂપિયાનો માલસામાન કબજે કરી લીધો છે. એટલું જ નહીં આ કાર્યવાહી દરમિયાન 6 લોકોની ધરપકડ કરાઈ છે જ્યારે 1 માફિયો ફરાર હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
સ્થાનિક પોલીસ પર સવાલ
દારૂ પકડવામાં એક તરફ સ્થાનિક પોલીસ હવાતીયા મારી રહી છે તો બીજી તરફ સ્ટેટ મોનિટીરીંગ સેલ આ કેસમાં બાજી મારી રહી છે. સ્ટેટ મોનિટીરીંગ સેલની ટીમ દ્વારા લાખોનો દારુ ઝડપી પાડવામાં આવે છે ત્યારે સ્થાનિક પોલીસને કેમ આ મામલે કોઈ કાર્યવાહી કરતુ નજરે નથી પડતુ તેવા સવાલો પણ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કબૂતરબાજી કૌભાંડમાં મોટો ખુલાસો, 79માંથી 5 પાસપોર્ટ નકલી