ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદમાં કબૂતરબાજી કૌભાંડમાં મોટો ખુલાસો, 79માંથી 5 પાસપોર્ટ નકલી

Text To Speech

ગુજરાતમાંથી ગેરકાયદે રીતે લોકોને વિદેશ મોકલવાના રેકેટના માસ્ટરમાઈન્ડ ભરત પટેલ ઉર્ફે બોબીની ઓફિસમાં તપાસ કરતા 79 પાસપોર્ટમાંથી 5 પાસપોર્ટ નકલી નિક્ળ્યા છે. અમેરિકા જેવા દેશોમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવવાનું ઈન્ટરનેશનલ નેટવર્ક ચલાવવા મામલે બોબી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોબી બોગસ પાસપોર્ટ બનાવીને લોકોને વિદેશ મોકલવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચલાવે છે.

બોબી પટેલની તપાસ થયા ખુલાસા

અમદાવાદમાં કુખ્યાત  ભરત પટેલ ઉર્ફે બોબી પટેલની તપાસમાં કેટલાક ખુલાસા થયા છે. બોબી પટેલ SMCએ ઝડપેલ કબૂતર બાજીનો માસ્ટર માઇન્ડ છે. તેની નકલી પાસપોર્ટ બનાવી લોકોને વિદેશ મોકલાના રેકેટના માસ્ટર માઇન્ડ બોબી પટેલની ધરપકડ કરતા અનેક ખુલાસા સામે આવી રહ્યા છે. અને તેની ઓફિસમાં  SMCએ તપાસ કરતા અને લેપટોપ અને દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. બોબી પટેલ તેના સાગરિતો સાથે મળી ખોટા દસ્તાવેજો બનાવતો હતો. જેના આધારે બોબી સહિત અમદાવાદના 4, ગાંધીનગરના 4, મુંબઈના 3, દિલ્હીના 5 અને અમેરિકાના 1 વ્યક્તિ મળીને 18 આરોપીઓ સામે વધુ એક ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

નકલી પાસપોર્ટ-humdekhengenews

જાણો કેવી ઝડપાયુ રેકેટ

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં કબૂતરબાજીનુ એક રેકેટ ચાલી રહ્યું હતું. ઘણા એવા લોકો છે જેમની પાસેથી ખોટા ડોક્યુમેન્ડને આધારે પાસપોર્ડ કઢાવી કબૂતરબાજીનું કોભાંડ ચાલતુ હતું. આ કોંભાડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જવાબદારી સોંપવામાં આવી હતી. પરતુ ક્રાઈમ બ્રાન્ચનીને તેમાં સફળતા ન મળતા DGP આશિષ ભાટિયા દ્વારા આ મામલે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે જ્યારે આ મામલે તપાસ કરી અને તેના મુખ્ય સુત્રધાર બોબી પટેલની ધરપકડ કરવામાં આવી હતી. અને તેમાં બોબી પટેલ અને લોકોને ફેક પાસપોર્ટ હેઠળ વિદેશ મોકલી ચૂક્યો હોવાનુ સામે આવ્યું છે. અને આ મામલે હજુ પણ વધુ તપાસ ચાલુ છે. જેથી હવે આગામી દિવસોમાં આ કેસમાં વધુ વિગતો બહાર આવશે અને રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેનો ખુલાસો થશે.

આ પણ વાંચો : જળ વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સુજલામ સુફ્લામ જળઅભિયાનનો 2023માં આ મહિનાથી થશે પ્રારંભ

Back to top button