ચાઈનીઝ સેલેબ્રિટીસ માટે કાળ બન્યો કોરાના, અનેક સ્ટાર્સના મોત
કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે ચીનમાં ઘણા જાણીતા કલાકારોના મોતના સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ, કોરોનાના કેસોમાં વધારા સાથે, ઘણા લોકો મૃત્યુ પણ પામી રહ્યા છે.
ચીનમાં કોરોનાથી અનેક સેલિબ્રિટીસના મોત
ચીનના ઝાંગ મુ, રેન જુન, ચુ લેનલાન, ચેંગ જિન્હુઆ, યુ યુહેંગ, ઝિઓંગ યિંગઝેંગ, હાઉ મેંગલાન અને ઝાઓ ઝિયુઆન જેવા કલાકારોના મોત કોરોનાના કારણે થયા છે. ઘણી CCP ફિલ્મોમાં માઓ ઝેડોંગની ભૂમિકા ભજવનાર અભિનેતા ઝાંગ મુનું 92 વર્ષની વયે અવસાન થયું છે. સોંગ ચાંગ્રોંગ નામના પેકિંગ ઓપેરા કલાકારનું 87 વર્ષની વયે અવસાન થયું. 60 વર્ષીય સ્ક્રીન રાઇટર યાંગ લિને 21 ડિસેમ્બરે હેનાન પ્રાંતમાં અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓપેરા આર્ટિસ્ટ રેન જૂનનું 103 વર્ષની વયે નિધન થયું છે.
કોરોનાને લઈને તમામ દેશો સાવચેત
કોરોનાને કારણે, વર્ષ 2020 માં, સમગ્ર વિશ્વ પર બ્રેક લગાવી દેવામાં આવી હતી. આ રોગચાળાએ ઘણા દેશોમાં તબાહી મચાવી હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વ હવે રોગચાળાની અસરોમાંથી બહાર આવી રહ્યું છે, જો કે, નવા પ્રકારનો બીજો ખતરો હજુ પણ છે.
ભારત સહિત તમામ દેશો સંપૂર્ણ સાવચેતી રાખી રહ્યા છે અને કોવિડ-19 સામેની લડાઈ લડવા એક્શન મોડમાં આવી ગયા છે. દરેકને સલામત રહેવા અને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.