રાજ્યમાં બંધ પડેલી સરકારી ઇમારતોને ફરીથી ઉપયોગમાં લેવા માટે ખાસ યોજના બનાવતી ભૂપેન્દ્ર પટેલ સરકાર
ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. ત્યારે આ નિર્ણયમાં રાજ્યમાં નોન-યુઝેબલ સરકારી બિલ્ડીંગ માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નોન-યુઝેબલ સરકારી બિલ્ડીંગની યાદી તૈયાર કરીને જરૂરિયાત પ્રમાણે નવું બાંધકામ કરીને તેને ઉપયોગમાં લેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
નોન-યુઝેબલ સરકારી બિલ્ડીંગનું નવું બાંધકામ કરાશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં લેવાયેલ અગત્યના નિર્ણય વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, રાજ્યની નોન –યુઝેબલ બિલ્ડીંગની યાદી તૈયાર કરીને જરૂરિયાત પ્રમાણે આ તમામ બિલ્ડીંગનું નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવા માટેનો અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના થકી રાજ્યની માળખાકીય સેવાઓમાં અને લોકોની જનસુખાકારીમાં વધારો થશે તેવો વિશ્વાસ ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો.
458 જેટલી નોન યુઝ્ડ બિલ્ડીંગને નવું રૂપ અપાશે
પડતર-બંધ પડેલી સરકારી બિલ્ડીંગોને નવું રૂપ આપીને જરૂરીયાત મુજબ ઉપયોગમાં લેવાનો સરકારે જે નિર્ણય લીધો છે. તેમાં અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરાની ગ્રામ્ય અને સર્કલ ઓફિસમાં સમાવિષ્ટ કુલ 219 રેસીડેન્સીયલ અને 239 જેટલી નોન રેસીડેન્સીયલ આમ કુલ 458 જેટલી નોન યુઝ્ડ બિલ્ડીંગને જરૂરિયાત પ્રમાણે નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવામાં આવશે. જેથી રાજ્યમા વિવિધ શહેરોમાં આવી બંધ પડેલી ઈમારકોની યાદી તૈયાર કરવામાં આવશે અને સરકારી ઇમારતો ખૂબ જૂની હાલતમાં હોય અને તેનો ઉપયોગમાં ન લેવાતી હોય તેવી ઈમારતોનું નવેસરથી બાંધકામ કરીને જરૂરિયાત પ્રમાણે તેને ઉપયોગમાં લેવામાં આવશે.
આ પણ વાંચો : જળ વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સુજલામ સુફ્લામ જળઅભિયાનનો 2023માં આ મહિનાથી થશે પ્રારંભ