માતા હીરાબાની તબિયત સ્વસ્થ, હજુ 24 કલાક રખાશે ઓબ્ઝર્વેશનમાં
ગતરોજ યુ.એન મહેતા હોસ્પિટલના ખાતે પીએમ મોદીના માતા હીરાબાની તબિયત લથડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી. લગભગ સવા પાંચ વાગ્યા સુધી પીએમ મોદી હીરાબા સાથે હોસ્પિટલમાં રોકાયા હતા. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો : સદાબહાર અભિનેતા : “જીંદગી એક સફર હૈ સુહાના”, જાણો ‘કાકા’ની રસપ્રદ વાતો…
વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડતા ગતરોજ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. હાલમાં તેમની તબિયતમાં સુધારા પર હોવાનું હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. માતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતાની સાથે જ પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને જ્યાં હોસ્પિટલ જઈ તેઓ માતા હીરાબાને મળ્યા હતા તેમના ખબર અંતર પુછ્યા હતા.
આ પણ વાંચો : અન્નપૂર્ણા યોજનાને લઇ ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય, આ બે શહેરોને મળશે લાભ
બ્લડ પ્રેશર સહિત અનેક રિપોર્ટો નોર્મલ
તબીબોના કહેવા મુજબ હીરાબાના બ્લડ પ્રેશર 2D Eco અને સીટી સ્કેન સહિતના તમામ રિપોર્ટો નોર્મલ આવ્યા છે. હીરાબાની તબીયત સુધરી રહી હોવાથી અને રિપોર્ટ પણ નોર્મલ હોવાથી મોદીના પરિવારની ચિંતામાં ઘટાડો થયો છે. જો કે તબીબોના કહેવા પ્રમાણે હીરાબાને આગામી 24 કલાક માટે ઓબ્ઝર્વેશમાં રાખવામાં આવશે.આ તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હીરાબાના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ CM ભુપેન્દ્ર પટેલ અને મંત્રીઓ પણ હીરાબાના ખબર અંતર પુછવા હોસ્પિટલ દોડી ગયા હતા.