ગુજરાતટોપ ન્યૂઝ

યુવાનો માટે ખુશખબર : સરકારી નોકરીને લઈને સરકારે કરી મોટી જાહેરાત

Text To Speech

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં બેરોજગારીના પગલે યુવાનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત સરકારે સરકારી નોકરીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે કેબિનેટ બેઠકમાં રાજ્યના યુવાનો માટે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આવનારા વર્ષમાં પોલીસ વિભાગમાં 12થી 13 હજાર જગ્યા ઉપર ભરતી કરવા માટેની તજવીજ હાથ ધરવાની અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ખાલી જગ્યાઓ અને મંજૂર મહેકમ સંબંધિત આયોજન કરવા માટે મંત્રીઓ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જેના પગલે હવે સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવામાં આવશે. જેના પગલે યુવાનોમાં એક નવી આશા જાગી છે.

 

મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના અનેક વિભાગોમાં સરકારી કર્મચારીઓ વય નિવૃત થતા જગ્યાઓ ખાલી પડેલી છે. તો અમુક જગ્યાઓ પર ખાલી જગ્યા હોવાના પરિણામે કરાર આધારિત અથવા તો સરકારી નિવૃત્ત કર્મચારીને એક્સટેન્શન આપી વહીવટી પ્રક્રિયાને સરળ કરવામાં આવી રહી છે. પરંતુ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના યુવાનો માટે સતર્ક બન્યા છે અને એક મોટો નિર્ણય કર્યો છે અને તે માટે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે કેબિનેટ બેઠકમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ અને મંત્રીઓને ખાલી જગ્યાઓ માટે ભરતી કેલેન્ડરનું આયોજન કરવાની સૂચના આપી છે.

આ પણ વાંચો : TDP વડા ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં 7 લોકોના મોત

Back to top button