ટ્રેન્ડિંગનેશનલ

સોનિયા ગાંધીએ એવું તો શું કહ્યું કે રાહુલ ગાંધીએ ગાલ ખેંચી વ્હાલ વરસાવ્યો

Text To Speech

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં છે ત્યારે યાત્રા દરમિયાન એક સભામાં રાહુલ તેમની માતાનો ગાલ ખેચતા જોવા મળ્યા હતા. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી અગાઉ પણ ઘણીવાર તેમની માતા સાથે લાડ લડાવતા જોવા મળ્યા છે. ત્યારે એવુ તો શું બન્યુ હતુ કે રાહુલને તેની માતા પર પ્રેમ ઉભારાઈ આવતા ગાલ ખેચ્યાં.

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં છે. ત્યારે તેમના લગ્ન વિશે સવાલ કરાયો હતો. જેમાં તેમણે રસપ્રદ જવાબ આપ્યો હતો. યાત્રા દરમિયાન પોતાની દાદી ઈન્દિરા ગાંધી વિશે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે તેમના જીવનનો પેહલો પ્રેમ તેમની માતા અને દાદી છે.

આ પણ વાંચો: LIVE: હિરાબાની તબિયતમાં સુધાર જોવા મળતા PM દિલ્હી જવા રવાના, રાત્રી રોકાણ રદ્દ

ત્યારે આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે હું એવુ કોઈ પાત્ર ઈચ્છીશ કે જેમાં મારી માતા અને મારી દાદી બન્નેના ગુણ હોય. નતમને જણાવી દઈએ કે આજે કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે દિલ્હીમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીને માતા પર પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. તેમણે લાડ કરતા પોતાના માતા સોનિયા ગાંધીના ગાલ ખેંચ્યા હતા. ત્યારપછી સોનિયા ગાંધીએ પણ રાહુલ ગાંધીને કઈક કહ્યું હતું.

માતા અને પૂત્ર વચ્ચેની ત્યારે અત્યારે સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસના સ્થાપના દિવસે રાહુલ અને સોનિયા ગાંધીનો એક ક્યૂટ વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી તેમની માતાનો ગાલ પકડીને વહાલ કરતો જોવા મળી રહ્યો છે.

Back to top button