અમેરિકામાં બરફના તોફાને મચાવ્યો હાહાકાર, જાણો શુ છે હાલની સ્થિતિ
અમેરિકામાં ત્રાટકેલા બોમ્બ વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે. આ તોફાનથી લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. અમેરિકામાં હાલ ચારેકોર બરફની ચાદર પથરાઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. રસ્તા, મકાન, ગાડીઓ બધું જ બરફથી ઢંકાઈ ગયું છે.જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે.
અમેરિકામાં બરફના તોફાને મચાવ્યો હાહાકાર
અમેરિકામાં બોમ્બ વાવાઝોડામાં 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે હજારો ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. આ તબાહીના કારણે લાખો લોકો વીજળી વિના જીવવા મજબૂર છે,પાણીની પાઈપોમાં બરફ જામી ગયો છે. લોકોને જીવન હવે અહી મુશ્કેલ બનતુ જાય છે. હજારો લોકોને પાવર આઉટેજનો સામનો કરવાની ફરજ પડી છે.
57 લોકોના મોત નિપજ્યા
મેક્સિકન સરહદે ગ્રેટ લેક્સથી રિયો ગ્રાન્ડે સુધી વિસ્તરેલું એક વિશાળ શિયાળુ વાવાઝોડું મંગળવાર સુધીમાં સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ઓછામાં ઓછા 57 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યુ છે.
નાયગ્રા ધોધ પણ જામી ગયો
વિશ્વના સૌથી મોટા ધોધમાંથી એક નાયગ્રા ધોધ બરફના તોફાનના કારણે જામી ગયો છે. નાયગ્રા ધોધ જામી જવાના ઘણા વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અમેરિકામાં તાપમાન
અમેરિકાના તાપમાનની વાત કરવામાં આવે તો અહી તાપમાનનો પારો ગગડતા અનેક લોકો ઠંડીથી ઠૂંઠવાયા છે. અમેરિકામાં તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે. અહીંની 60 ટકા વસ્તી આ બરફના તોફાનની ઝપેટમાં છે. પાવર સ્ટેશન પર બરફવર્ષાના કારણે વિજળી સપ્લાય પર અસર થઈ છે.
કટોકટીની સ્થિતિ જાહેર
અમેરિકામાં હાલની સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ જો બિડેને ન્યૂયોર્ક રાજ્યમાં ‘કટોકટીની સ્થિતિ’ જાહેર કરી છે અને રાજ્ય અને સ્થાનિક પ્રતિસાદના પ્રયત્નોને મદદ કરવા માટે ફેડરલ સહાયનો આદેશ આપ્યો છે.
ફ્લાઇટ્સ રદ કરાઈ
અમેરિકામાં બોબ તોફાનના કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બોમ્બ ચક્રવાતને કારણે હાલ હજારો વિમાનો થંભી ગયા છે. તોફાનના કારણે છેલ્લા 24 કલાકમાં 4,900 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે. આ સિવાય 4,400 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. જેના કારણે ઍરપૉર્ટ પર હજારો મુસાફરો ફસાયેલા છે.
આ પણ વાંચો : ફિલિપાઈન્સમાં પૂરે મચાવી તબાહી, 25ના મોત, 23 ગૂમ