પાલનપુરના મલાણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે ઝેરી પ્રવાહી ગટગટાવ્યું
પાલનપુર: તાલુકાના મલાણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે મંગળવારે ઝેરી પ્રવાહી પી લેતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગ્રામસભામાં તલાટી દ્વારા અપમાન કરવામાં આવ્યું હોવાના કારણે તેમણે આ પગલું ભર્યુ હોવાના મહિલા સરપંચના પુત્રએ મિડિયા સમક્ષ આક્ષેપો કરતાં જણાવ્યું હતુ.
ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
પાલનપુર તાલુકાના મલાણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હેમાબેને મંગળવારે પોતાના ઘરે ઝેરી પ્રવાહી પી લેતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પગલે દોડધામ મચી ગઇ હતી. જ્યારે આ અંગે મહિલા સરપંચના પુત્રએ મિડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, ગ્રામસભામાં તલાટી દ્વારા અપમાન કરવામાં આવ્યું હોઇ લાગી આવતાં વોઇસ રેકોર્ડિંગ કર્યા પછી ઝેરી પ્રવાહી પી લીધુ હતુ. જોકે, આ અંગે હજુ સુધી પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાઇ નથી. આ મામલો સરપંચો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્ર વિધાનસભામાં લોકાયુક્ત બિલ પાસ, હવે સીએમ સામે તપાસ મુશ્કેલ