ગુજરાત

સુરતના ભટાર નજીક 108 એમ્બ્યુલન્સને અકસ્માત થયો

Text To Speech

સુરત શહેરમાં આજે સવારે પલસાણા લોકેશનની 108 એમ્બ્યુલન્સને ભટાર નજીક અકસ્માત નડતા ઇએમટી અને પાયલોટને ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પલસાણા સીએચસી પરથી એક દર્દીને સુરત સિવિલ લાવતી વખતે 108 એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138માં સ્થાપના દિવસે જગદીશ ઠાકોરે કહી ખાસ વાત 

ઇએમટી ચંદ્રકાંત પંચાલ અને પાયલોટ અર્જુન બારીયાને ગંભીર ઇજાઓ થઈ

ઉલ્લેખનીય છે કે સવારે પલસાણા સીએસસી ખાતેથી એક દર્દીને સુરત સિવિલમાં રિફર કરાયો હતો. દર્દીને પલસાણા લોકેશનની 108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલમાં લવાઈ રહ્યો હતો. દરમિયાન ભટાર ઓલિવ સર્કલ નજીક 108 એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 108ના ઇએમટી ચંદ્રકાંત પંચાલ અને પાયલોટ અર્જુન બારીયાને ગંભીર ઇજાઓ થઈ હતી.

નવજીવન લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી

સદનસીબે દર્દીનો બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે નવજીવન લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત ઇએમટી ચંદ્રકાંત પંચાલ તેમજ પાયલોટ અર્જુન બારીયાને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Back to top button